<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

કલોરિન લીકેજ અટકાવવા શું કરવું? રૈયાધાર ફિલ્‍ટર પ્‍લાન્‍ટનાં કર્મ.ઓને તાલીમ આપી

 

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા શહેરની પાણી પુરવઠા વ્‍યવસ્‍થામાં સલામતી અને તકેદારીને વધુ સુદૃઢ બનાવવા તેમજ આકસ્‍મિક કલોરીન લીકેજની પરિસ્‍થિતિને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય તે હેતુસર તાજેતરમાં વેસ્‍ટ ઝોન અંતર્ગતના રૈયાધાર ફિલ્‍ટર પ્‍લાન્‍ટ ખાતે કલોરીન લીકેજ અટકાવવા અંગેનું વિશેષ ટ્રેનિંગ સેશન યોજવામાં આવ્‍યું હતું.

આ તાલીમ સેશનમાં વોટર મેનેજમેન્‍ટ યુનિટ તથા રામાપીર ચોક ફાયર સ્‍ટેશનના સ્‍ટાફને કલોરીન લીકેજની પરિસ્‍થિતિમાં જરૂરી સલામતીના પગલાં તથા લીકેજને નિયંત્રિત કરવાની વિવિધ પદ્ધતિઓ અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. કલોરીન જેવી સંવેદનશીલ સામગ્રીના લીકેજ સમયે તાત્‍કાલિક અને સલામત રીતે કામગીરી કરી શકાય, કર્મચારીઓમાં જરૂરી તકેદારી અને કાર્યક્ષમતા વધે તેમજ કોઈપણ આકસ્‍મિક પરિસ્‍થિતિમાં જાનમાલની સુરક્ષા સુનિヘતિ કરી શકાય તે હેતુથી આ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.આ સમગ્ર ટ્રેનિંગ સેશન કેમિસ્‍ટ  એમ.જે. રાઠોડ, શ્રીમતી મોનાદેવી ગોહિલ, એચ.સી. નાગપરા, ફાયર બ્રિગેડ શાખાના  અશોકસિંહ ઝાલા,   સંજયભાઈ મકવાણા તથા સમગ્ર સ્‍ટાફ, તેમજ આસી. એન્‍જિનિયર   અશ્વિન કણજારીયા, ના.કા. ઈજનેર  સી.બી. મોરી, ના.કા. ઈજનેર  જે.એ. ઝાલા અને એડી. સિટી ઈજનેર  કે.પી. દેથરીયાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજવામાં આવ્‍યું હતું.

(3:46 PM IST)