<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

રોગચાળાનો આંકડો સડસડાટ નીચે ઉતર્યોઃ માત્ર ૧૫૨૪ દર્દીઃ કામગીરી કે જાદુ?

રાજકોટમાં તા.૧૭થી ૨૩ ઓગસ્‍ટ સુધીમાં શરદી, તાવ, ઝાડા-ઉલ્‍ટીના ૨૩૦૦ થી ૨૪૦૦ કેસ હતા મનપા દ્વારા ૮૯૨૬૮ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૫૮૪ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્છર ઉત્પતિ સબબ ૨૭૩ને નોટીસ


 

રાજકોટ, તા. ૩૧: શહેરમાં હાલ ચોમાસાની સીઝનમાં પાણીજન્‍ય રોગચાળાના કેસમાં છેલ્લા સપ્તાહમાં ઉછાળો જોવા મળ્‍યો છે. શરદી, તાવ, ઉધરસ સહિતના ૧૫૨૪થી વધુ કેસ નોંધાયા છે. તેમજ મચ્‍છરજન્‍ય રોગચાળાના એક કેસ નોંધાયો છે.  આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૨૪થી ૩૦ ઓગસ્‍ટથી સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

શરદી તાવના ૧૫૨૪ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૬૬૮ તેમજ સામાન્‍ય તાવના ૬૬૪ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૧૯૦ સહિત કુલ ૧૫૨૪ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૨૬૯૮૧ તેમજ સામાન્‍ય તાવના ૨૫૬૭૦ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૯૭૬૭ તથા ટાઇફોઇડના ૨૯ તેમજ કમળાના ૩૮ કેસ નોંધાયા છે.

મચ્‍છરજન્‍યના એક કેસ

શહેમાં છેલ્લા સપ્તાહમાં મચ્‍છરજન્‍ય એટલે કે મેલેરીયા, ડેન્‍ગ્‍યુ, ચિકનગુનિયાના એક કેસ નોંધાયો છે. જયારે સીઝનમા ડેનગ્‍યુના ૨૩, મેલેરીયાના ૯ તથા ચિકનગુનિયાના ૧ કેસ નોંધાયા છે.

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૨૭૩ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે  મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનીષ્‍ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૮૯૨૬૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ  છે તથા ૫૮૪ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે.

આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્‍ય ૩૮૧થી વધુ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૨૭૩ લોકોને નોટીસ આપવામાં આવી હતી.

(4:23 PM IST)