<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

જય સીયારામ મિત્ર મંડળ દ્વારા જરૂરીયાતમંદ લોકોને ૧૦૨૧ કીટનું વિતરણ

 

રાજકોટ : જય સીયારામ મિત્ર મંડળ દ્વારા દાતાઓના સહયોગથી વિવિધ સરકારી સ્‍કુલોમાં, વિવિધ ગાર્ડન સિકયુરીટી અને જરૂરીયાતમંદ લોકોને નાસ્‍તામાં ફરસી પુરી, સકરપારા, મોહનથાળ, ચકરી, સેવ મમરા, ફરાળી ચવડો મળી ૭ વસ્‍તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્‍યુ હતુ. આવી ૧૦૨૧ કીટનું વિતરણ કરાયુ હતુ. જેમાં રામનગર કરણકોટ, બાદનપર ગામ આટકોટ પાસે, હિદડ પડધરી પાસે, રાદડ, ડુંગરકા, પીર ગામ પડધરી પાસે, વિજયનગર હડાળા, ગુજરાત પર્યાવરણ એસ્‍ટ્રોન સામે, રાધેશ્‍યામ ગૌશાળા, આણંદપર કોઠારીયા રોડ, પ્રદ્યુમન પાર્ક પાસે મોટી ઉંમરના વૃધ્‍ધો તેમજ આજી ડેમ ન્‍યારી ડેમ વગેરે સ્‍થળોએ કામ કરતા સિકીયુરીટી ગાર્ડને આ કિટ અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત જંકશન આગાખાન હોસ્‍ટેલમાં ૧૫૦ દીકરીઓને દાળ પકવાનનો નાસ્‍તો આપવામાં આવ્‍યો હતો. સમગ્ર સેવા કાર્યને સફળ બનાવવા જય સીયારામ મિત્ર મંડળના હરીશભાઇ હરિયાણીના માર્ગદર્શન હેઠળ ભરતભાઇ ભીંડા, નૂરૂદીનભાઇ જીવાણી, નુરૂદીનભાઇ ઠકકર, ધર્મેશભાઇ શેઠ, ભુપેન્‍દ્રભાઇ પારેખ, હિતેશભાઇ લાલાણી, પ્રકાશભાઇ ડોડીયા, પંકજભાઇ ભટ્ટ, નિશાંતભાઇ હરિયાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:55 PM IST)