<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

એમટીવીના પરિસરમાં રંગેચંગે ઉજવો જન્‍માષ્‍ટમી પર્વ

કેમલરાઇડ, બોટીંગ, સેલ્‍ફી ઝોન, જાદુગર શો, મટકી તમારી હાથે બનાવો, ગીતો રજુ કરો, મટકી ફોડ, ભાવતા ભોજનીયાનો સ્‍વાદ પણ માણી શકાશે : કોટેજીસમાં ખાસ ઓફર


 

રાજકોટ : બાલગોપાલ કાનુડાનાં પૃથ્‍વી ઉપરનાં અવતરણને વધાવતો તહેવાર એટલે જન્‍માષ્‍ટમી, મોટલ ધ વિલેજ આ તહેવારને રંગેચંગે ધામધુમથી રાજકોટવાસીઓ સાથે નવા નવા નજરાણા સાથે તૈયાર હોવાનું જણાવાયું છે.

એમટીવીના કુદરતી નૈસર્ગિક સુંદર લીલાછમ વાતાવરણમાં જન્‍માષ્‍ટમી પર્વે ઉજવવા એમટીવી નવા નજરાણા સાથે તૈયાર હોવાનું જણાવાયું છે.

આ જન્‍માષ્‍ટમીએ એન્‍કર સાથે વિવિધ ગેમો, તંબોલા રમીને આકર્ષક ઇનામો જીતી શકાશે. રાજસ્‍થાની સંસ્‍કૃતિ સાથેનું લોકનૃત્‍ય  કઠપુતલી શો, જાદુગર શો, કુંભાર પાસે જન્‍માષ્‍ટમીની મટકી આપના હોથોથી બનાવી શકશો. જયોતિષ મહારાજ પાસેથી આપનું ભવિષ્‍ય જાણી શકશો. નૃત્‍ય મંદિર, કરાઓકે સાથે ગીત ગાઇ નિજાનંદ મેળવી શકાશે. ગાયકો સુંદર ગીતો રજુ કરી સાંજને ચાર ચાંદ લગાવી દેશે. કેમલ રાઇડ, બોટીંગ તેમજ સેલ્‍ફી ઝોનમાં ફોટા પાડી જીવનભરની સુવર્ણ યાદો લઇ શકશો.

જન્‍માષ્‍ટમીની રાત્રે ૧ર વાગ્‍યે ભવ્‍ય મટકી ફોડ કરી લાલા કાનુડાના જન્‍મની ઉજવણી કરાશે. સમુહ આરતી, પ્રસાદીની વ્‍યવસ્‍થા પણ રાખેલ છે સાથે ભાવતા ભોજનીયાનો રસથાળ પણ તૈયાર રહેશે. આલાકાર્ટ સાથે ડિસ્‍કાઉન્‍ટ બુફેટ પણ રાખેલ છે.

એમટીવીના પર્સનલ સ્‍વીમીંગ પુલ સાથેનાં કોટેજીસ આકર્ષક ડિસ્‍કાઉન્‍ટ પેકેજીસ સાથે ઉપલબ્‍ધ છે. જેમાં ફેમીલી-મિત્રો સાથે જીવનભર યાદો લઇને જઇ શકશો.

આ અંગે વધુ વિગત માટે સંપર્ક ૯૭ર૭ર૩૩ર૯૭/૯૯૦૯૯૮૩૩રર, ૯૭૧ર૭૮૩૩૩૩ / ૭૯૮૪૭૭૪૩૩૬

(3:58 PM IST)