<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

લાંબા અને રાવલ ગામમાં દાગીના સાફ કરી આપવાના બ્‍હાને છેતરપીંડી કરતા રાજકોટના બે શખ્‍સો સહિતની બિહારી ગેંગ ઝડપાઈ

ખંભાળીયા, તા.૧: કલ્‍યાણપુર તાલુકાના લાંબા ગામ તથા રાવલ ગામ ખાતે ફિનાઇલ વેચવાના બહાને મુર્તીને સાફ કરવાનુ કહિ ઘરે હાજર મહિલાને વિશ્વાસમાં લઇને તેઓની સોનાના દાગીના એસીડ વડે સાફ કરી સોનુ કાઢી છેતરપીંડી થયા અંગે કલ્‍યાણપુર પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હાઓ નોંધાયેલ હતા.

સદર ગુના સબંધે એલ.સી.બી. ના કર્મચારીઓનીન અલગ-અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સીસથી ટેકનીકલ લેવલથી વર્ક આઉટ કરી રહેલ હતા દરમ્‍યાન વર્ક આઉટના ફળસ્‍વરૂપે મળેલ હકિકત આધારે ૪ ઈસમોને ખંભાળીયા મીલનચાર રસ્‍તા નજીક એક રહેણાંક મકાનેથી ઝડપી પાડી ઉક્‍ત ગુનાઓ કરવામાં ઉપયોગમાં લીધેલ સર સામાન તથા છેતરપીંડી કરીને લઇ લીધેલ સોનુ તથા ચાંદીના ઢાળીયા સાથે ખંભાળીયા પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.

પકડી પાડેલ આરોપીઃ (૧) સુબોધસિંગ સ/ઓ હિયાલાલ સિંગ, ખારવા, ઉ.વ. ૪૧, ધંધો-ફિનાઇલ વેચવાનો રહે. મુળ શ્રીપુર ગામ, અમઘટ્ટા ટોલા, નોગછીયા થાના જી. ભાગલપુર, બિહાર હાલ રહે. ભગવતીપરા ફાટક, શેરી નંબર-૩, નવઘણ મચ્‍છા ભરવાડના મકાનમાં ભાડેથી, રાજકોટ (૨) વિકાસકુમાર સ/ઓ બિંદેશ્વ-સાદ ઠાકુર, ઉ.વ.-૩૮, ધંધો-ફિનાઇલ વેચવાનો રહે.મુળ કરચીરા ગામ, પોસ્‍ટ સુંગટીયા, ગોપાલપુર થાના જી.ભાગલપુર,  હાલ રહે. ભગવતીપરા ફાટક, શેરી નંબર-૩, નવઘણ મચ્‍છા ભરવાડના મકાનમાં ભાડેથી, રાજકોટ (૩) સંતોષકુમારસિંહ સુબોધ-તાપસિંહ કુસ્‍વા, ઉ.વ.૩૪, ધંધો. સોના-ચાંદી સાફ કરવાનુ, રહે. શ્રીપુર ગામ, તા.નૌગાછીયા, પોસ્‍ટ-મનીયામોર (૪) અનિરૂધ્‍ધ દિનેશ ભોજલ ઠાકુર, ઉ.વ.૪૬, ધંધો સોના-ચાંદી સાફ કરવાનુ રહે.સિંહપુર દીયારા, ગામ, પોસ્‍ટ-ઝલારી, થાણા-રૂપૌલી, જિ-પુર્ણીયા રાજ્‍ય-બિહાર છે.

કબ્‍જે કરેલ મુદામાલઃ (૧) સોનાનો ઢાળ નંગ-૧ જેની કુલ કિ.રૂ.૭૫૦૦/- (૨) યાંદીનો ઢાળ નંગ-૧ કિ.રૂ.૩૦૦૦/- (૩) મોબાઇલ ફોન નંગ.૦૭ જેની કિ.રૂ.૧૭,૦૦૦/- (૪) મો.સા. નંગ-૪૨ કિ.રૂ.૪૦,૦૦૦/- (૫) છેતરપીંડી કરવામાં ઉપયોગમાં લેતા સરસામાન જેમાં એસીડ, ફીનાઇલ, બ્રસ, પાવડર, હળદર, ફટકડી, કિનાઇ માટીના વાસણ, સ્‍ટીલના ડબરા વિગેરે મળી કુલ કિ.રૂ.૮૯,૦૦૦/- નો મુદામાલ છે.

મજકુર ઇસમો ગામડોમાં જઇ વળધ્‍ધ મહિલાઓ જે ઘરે હોય તેવા ઘરને ટ્રાગેટ કરી ઘરમાં જઇ પ્રથમ ફિનાઇલ વેચવાના બહાને ઘરમાં પ્રવેશ કરી ઘરમાં કોઇ પુરૂષ ન હોય તેનો લાભ લઇ હાજર વળધ્‍ધ મહિલાઓને ભગવાની મુર્તીઓ સાફ કરી આપશે જેથી પોતાની પાસે રહેલ એસીડ વડે મુર્તીઓને સાફ કરી તેમાં ફટકડી જેવા પદાર્થથી મુર્તીને ચમકાવી આપે અને તે બાદ હાજર મહિલાને વિશ્વાસમાં લઇ પ્રથમ ચાંદી સાફ કરી આપશે અને તે બાદ સોનુ પણ સાફ કરી આપશે તેમ વિશ્વાસમાં લઈ પોતાની પાસે રહેલ સર સામનમાંથી એસીડ વડે એક સ્‍ટીલના ડબરામા રૂ અને ડીઝલ મીકસ કરેલ હોય તેમાં આગ લગાડી ચીનાઇ માટીના વાટકામાં પાણી નાખી વાટકો અને પાણી ગરમ થયા ગયા બાદ સોનુ-ચાંદી તેમાં નાખીને પછી બ્રસ વડે સોનુ ચાંદી ઉપર એસીડ નાખીને બાદમાં ચાંદી ઉપર પાવડર અને સોના ઉપર હળદર લગાડી ચમકાવી આપી છેતરપીંડી ગુન્‍હાઓ આયરે છે.

આ સમગ્ર કાર્યવાહીમાં ન્‍CB I/C PI એન.એચ.જોષી, PSI બી.એમ. દેવમુરારી, PSI એમ.આર.સવસેટા, PSI એસ.વી.કાંબલીયા ASI મસરીભાઇ ભારવાડીયા, કિશોરભાઇ નંદાણીયા જેશલસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, દિનેશભાઇ માડમ, અરજણભાઇ મારુ, દિપકભાઇ રાવલીયા, HC ગોવિંદભાઈ કરમુર, ખીમાભાઇ કરમુર, લાખાભાઇ પીંડારીયા, મુકેશભાઇ કેસરીયા, સહદેવસિંહ જાડેજા, વિશ્વદિપસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા, શક્‍તિસિંહ ઝાલા PC પ્રકાશભાઇ ચાવડા, સચિનભાઇ નકુમ, મનહરસિંહ જાડેજા તથા નેત્રમના HC શૈલેષભાઇ નકુમ, PC મહેશભાઇ કરમુર નાઓ જોડાયેલ હતા.

(12:20 PM IST)