<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

ચોરાઉ બાઇક ફેરવતો મનીષ પકડાયો

ભકિતનગર પીઆઇ જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.એચ. ગોહીલ, કોન્‍સ્‍ટેબલ રવીભાઇ રત્‍નુ અને પ્રકાશભાઇ મકવાણાની કામગીરી

રાજકોટ, તા.૧: ભકિતનગર પોલીસે બાતમીના આધારે ચોરાઉબાઇક સાથે  એકને પકડી લઇ બાઇક કબ્‍જે કર્યુ હતું. પુછતાછમાં બાઇક મવડી વિસ્‍તારમાંથી ચોરી કર્યાનું ખુલતા પોલીસે કાર્યવાહી કરી હતી.

ભકિતનગર પોલીસ સ્‍ટેશનના પી.આઇ. જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.એચ.ગોહીલ સહિતનો સર્વલન્‍સ સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતો ત્‍યારે કોન્‍સ્‍ટેબલ રવીભાઇ રત્‍નું અને પ્રકાશભાઇ મકવાણાને મનીષ રાઠોડ નામનો શખ્‍સ ચોરાઉ બાઇક સાથે સોરઠીયાવાડી સર્કલ પાસેથી પસાર થવાનો હોવાની બાતમી મળી હતી.

જેના આધારે પોલીસે ત્‍યાંથી મનીષ અરજણભાઇ રાઠોડ (ઉ.વ.૩૫ રહે. પ્રમુખનગર શેરી નં. ૫, ૧૫૦ ફુટ રીંગ રોડને પકડી લઇ રૂા. ૨૦ હજારનું બાઇક કબ્‍જે કર્યુ હતું. પુછપરછમાં આ બાઇક દોઢેક વર્ષ પહેલા મવડીના ઉમીયાચોક પાસે રાધે હોટેલ નજીકથી ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. 

(3:26 PM IST)