તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
હથીયાર, ચિલઝડપ અને ચોરીમાં સામેલ ૩ ને પાસા
અરબાઝ ડોઢીયાને અમદાવાદ, સુનીલ ઉર્ફે આર્યનને વડોદરા અને હંસા ઉર્ફે હંસલીને અમદાવાદ જેલમાં ધકેલાઇ : ક્રાઇમબ્રાંચના પીઆઇ એ.એસ. ચાવડાની ટીમ અને એ-ડીવીઝન પી.આઇ. જે.વી. વાઢીયાની ટીમો દ્વારા વોરન્ટની બજવણી

રાજકોટ, તા.૧: શહેરમાં મારામારી, હથીયારના ગુનામાં સંડોવાયેલા, ચીલઝડપ અને ધરફોડ ચોરીઓ કરનાર રીઢા તસ્કર અને ચોરીના ગુનામાં મહિલા મળી ત્રણને ક્રાઇમબ્રાંચ અને એ-ડીવીઝન પોલીસની ટીમે પાસાતળે અટકાયત કરી અલગ-અલગ જેલમાં ધકેલી કાર્યવાહી કરી હતી.
શહેરમાં એ ડીવીઝન અને ક્રાઇમ બ્રાંચ અને થોરાળા પોલીસ મથકમાં હથીયાર, મારામારી સહિત ૩ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલાં અરબાજુ અલ્તાફભાઇ દોઢીયા, (ઉ.વ.ર૮) રહે. ઘાંચીવાડ શેરી નં. ર-૭ કોર્નર, જિલ્લા ગાર્ડન ચોકની ક્રાઇમ બ્રાંચ પાસા તળે અટકાયત કરી અમદાવાદ સાબરમતી જેલમાં ધકેલવા તજવીજ હાથ ધરી છે.
આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇ. એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ તથા પો. સ. ઇ. વી. ડી. ડોડીયા, એએસઆઇ ભરતભાઇ વનાણી, ઘનશ્યામભાઇ મેણીયા, પોલીસ હેડ કો. જયરાજભાઇ કોટીલા, રાહુલભાઇ વિજયભાઇ, અમીતભાઇ અગ્રાવત રાજેશભાઇ જળુ સહિતે કરી હતી.
જયારે યુનિવર્સિટી, તાલુકા, કુવાડવા રોડ, આજી ડેમ, એ ડીવીઝન, ગાંધીગ્રામ પોલીસ મથક ઉપરાંત જામનગર, સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં ચીલઝડપ, લૂંટ, ઘરફોડ ચોરી સહિત ૧૪ ગુનામાં સંડોવાઇ ચૂકેલા સુનિલ ઉર્ફે આર્યન ભાવેશભાઇ શીયાળ (ઉ.રર) રહે. શ્રીનાથજી સોસાયટી શેરી ૮-૯ નો ખુણો, મવડી રોડના ક્રાઇમ બ્રાંચે પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જિલ્લા જેલમાં ધકેલવા કવાયત શરૂ કરી છે.
આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર એ. એસ. ચાવડા, એલ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પો. સ. ઇ. વી. ડી. ડોડીયા, એએસઆઇ ભરતાઇ વનાણી, ઘનશ્યામભાઇ મેણીયા, પોલીસ હેડ કો. રાજુભાઇ હીરાભાઇ જળુ, રાહુલભાઇ વીજયભાઇ, જયરાજભાઇ રવુભા કોટીલા સહિતની ટીમે કરી હતી.
આ ઉપરાંત શહેરના એ ડીવીઝન અને આજી ડેમ પોલીસ મથકમાં ચોરીના ૩ ગુનામાં સંડોવાઇ ચુકેલી હંસા ઉર્ફે હંસલી દિલીપભાઇ મકવાણા, (ઉ.વ.પપ), રહે. ટ્રેકચર ચોક પાસે, કુબલીયાપરાની એ ડીવીઝન પોલીસે પાસા તળે અટકાયત કરી અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ધકેલવા કવાયત શરૂ કરી છે. આ કામગીરી પો. ઇ. જે. વી. વાઢીયા, પો. સ. ઇ. એસ. આર. ચાવડા, એ.એસ.આઇ. બી. વી. ગોહીલ, એમ. એસ. મકવાણા, પો. હેડ કો. પ્રવિણભાઇ સોનારા, મહેશભાઇ ચાવડા, કલ્પેશભાઇ બોરીચા, કનુભાઇ બસીયા, કરણભાઇ વીરસોડીયા, ધર્મેશભાઇ પરમાર, પો.કો. તેજસભાઇ ડેર, ધવલભાઇ જીલડીયા, મયુરધ્વજસિંહ જાડેજા, સજનીબેન સખીયા, અને વૈશાલીબા ગોહીલે તેમજ પો. ઇ. એમ. આર. ગોંડલીયા, એ.એસ.આઇ. રાજૂભાઇ દહેકવાલે કરી હતી.
(2:18 PM IST)










