<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

સિગ્નલ પર ભિક્ષાવૃતી કરતા પાંચ બાળકોને મુકત કરાવાયા

એન્‍ટીહ્યુમન ટ્રાફિક યુનિટ, સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા એકમ, મહિલા અને પુરૂષો ભિક્ષુક ગ્રુહની ટીમ અને ચાઇલ્‍ડ હેલ્‍પ લાઇનની ટીમ દ્વારા કામગીરી ᅠ

રાજકોટઃતા.૧, શહેરના ચાર રસ્‍તમાં સિગ્નલ પર ભિક્ષાવૃતિ કરતાં પાંચ બાળકો અને એક ભિક્ષુકને ભિક્ષાવૃતિમાંથી મુકત એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ(એએચટીયુ) ની ટીમે ચાઇલ્‍ડ વેરફેર કમીટી સમક્ષ રજુ કર્યા હતા.

જાણવા મળ્‍યા મુજબ શહેર  .પોલીસ કમિશ્‍નર બ્રજેશકુમાર ઝા અધિક પોલીસ કમિશ્‍નર  ચૈતન્‍ય મંડલીક તથા નાયબ પોલીસ કમિશ્‍નર  (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્‍નર  (ક્રાઇમ) ભરત બી. બસીયાએ  ભિક્ષાવળતિ માંથી ભિક્ષુકોને મુકત કરાવવા માટે એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને સુચના આપી હતી જેને લઇ એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ, રાજકોટ બાળ સુરક્ષા એકમ, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા ભિક્ષુક ગળહ તથા પુરુષ ભિક્ષુક ગળહ તથા ચાઇલ્‍ડ હેલ્‍પ લાઇનની સંયુક્‍ત ટીમો દ્વારા  શહેરમાં અલગ અલગ વિસ્‍તારમાં તપાસ કરાઇ હતી,  આ સંયુક્‍ત ટીમો દ્વારા  શહેર વિસ્‍તારમાં ચાર રસ્‍તામાં આવેલ સિગ્નલ પર ભિક્ષાવળતી કરતા પાંચ બાળકો તથા એક પુરુષને ભિક્ષાવળત્તિમાંથી મુક્‍ત કરી પાંચ બાળકોને ચાઇલ્‍ડ વેલ્‍ફેર કમિટી સમક્ષ રજૂ કર્યા હતા. ચાઇલ્‍ડ વેલ્‍ફેર કમિટી દ્વારા આ પાંચ બાળકોના વાલીઓને બોલાવીને ભિક્ષાવળતી ના કરાવવા સમજાવી સર્વ શિક્ષા અભિયાન હેઠળ બાળકોની શિક્ષણની વ્‍યવસ્‍થા કરવા જણાવ્‍યું હતું.

આકામગીરીઃ  એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ,સમાજ સુરક્ષા અધિકારી, રાજકોટ બાળ સુરક્ષા એકમ, મહિલા તથા પુરુષ ભિક્ષુક ગળહની સંયુક્‍ત ટીમ અને ચાઇલ્‍ડ હેલ્‍પ લાઇનની ટીમે કરી હતી.

(2:19 PM IST)