તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 1st September 2026
હત્યાનું મનદુઃખ રાખી મંજુબેન, વેવાણ મમતાબેન, ભત્રીજી પર ટોળકી રચી તલવાર-ધારીયાથી હુમલો
પીડીએમ ફાટક સામે નારાયણનગરમાં બનાવઃ અર્જુન, વિક્કી, ધ્રુવ, ભાદો, મુકેશ તૂટી પડયા : હત્યાનો ભોગ બનેલા સુરેશભાઇના દિકરાઓ, ભાઇઓ વિરૂધ્ધ ભક્તિનગર પોલીસે રાયોટીંગનો ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧: શહેરના ઢેબર રોડ અટીકા નજીક નારાયણનગરમાં અગાઉ વર્ષ ૨૦૨૪માં થયેલી હત્યાની ઘટનાનો ખાર રાખી હત્યાના ગુનાના આરોપીના પત્નિ સહિતની ઉપર હત્યાનો ભોગ બનનારના દિકરાઓ, ભાઇઓ સહિતે ટોળકી રચી સશષા હુમલો કરતાં
આ બનાવમાં ભક્તિનગર પોલીસે ઢેબર રોડ પીડીએમ ફાટક સામે નારાયણનગર-૧૦ મફતીયાપરામાં રહેતાં મંજુબેન ભીમાભાઇ સોલંકી (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી તેના જ લત્તામાં રહેતાં અર્જુન સુરેશભાઇ સોલંકી, વિક્કી સુરેશભાઇ સોલંકી, ધ્રુવ પ્રવિણભાઇ સોલંકી, ભાદા દુલા સોલંકી અને મુકશ ભાદા સોલંકી સામે ગુનો નોંધ્યો છે.
મંજુબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. મારે સંતાનમાં ત્રણ દિકરા અને એક દિકરી છે. સોમવારે ૩૧મીએ સાંજે સાડા સાતેક વાગ્યે હું અને મારા બહેન ગંગાબેન તથા મારા વેવાણ મમતાબેન અને મારી દિકરી કોમલ તથા દિકરાની પત્નિ પ્રજ્ઞા મારા બહેન ગંગાની દિકરી પ્રદિક્ષા એમ બધા સાથે હતાં. ત્યારે લત્તામાં રહેતાં સુરેશ સોલંકી, ભાદા સોલંકીના નાના છોકરા અમને ગાળો દેતાં હોઇ જેથી ઘર પાસે ગોવિંદભાઇની દુકાન નજીક આ છોકરાઓને ગાળો ન બોલવા સમજાવી ઠપકો દીધો હતો.
આ છોકરા જતા રહ્યા બાદ થોડીવારમાં લત્તામાં રહેતો અર્જુન સોલંકી, વિક્કી, ધ્રુવ, ભાદા દુલા, મુકેશ સહિતના આવ્યા હતાં. તેના હાથમાં તલવાર, ધારીયા, પાઇપ હતાં. આ બધાએ અમારી સાથે જેમ તેમ બોલી ગાળો દઇ હુમલો કર્યો હતો. જેમાં મને માથામાં અર્જુને તલવારનો ઘા મારતાં મેં હાથ આડો રાખતાં હાથમાં ઇજા થઇ હતી.
બાદમાં આ બધાએ મને ઢીકાપાટુ માર્યા હતાં. માણસો ભેગા થતાં આ બધા ભાગી ગયા હતાં. મને બચાવવા માટગે મારા વેવાણ મમતાબેન ભનુભાઇ પરમાર (ઉ.વ.૪૦) અને તેની ભત્રીજી પ્રદિક્ષા રાજુ સોલંકી (ઉ.વ.૧૧) વચ્ચે પડતાં તેને પણ ઇજા પહોંચાડાઇ હતી. અમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જમોંથી મમતાબેન અને પ્રદિક્ષાને સિવ્લિમાં સારવાર અપાઇ હતી. મને વધુ સારવાર માટે મધુરમમાં ખસેડાઇ હતી. અહિ ડાબા હાથની ટચલી આંગળીમાં ફ્રેકચર હોવાનું નિદાન થયું હતું.
આ બનાવનું કારણ એવુ છે કે વર્ષ ૨૦૨૪માં અમારા લત્તામાં રહેતાં સુરેશભાઇ ભાદાભાઇ સોલંકી સાથે મારા પતિ અને અમારા સગાને માથાકુટ થઇ હતી. જે ગુનામાં સુરેશભાઇનું ખૂન થઇ ગયું હતું. જેનો ખાનર રાખી સુરેશના દિકરા અર્જુન સોલંકી, વિક્કી, સુરેશના ભાઇ ભાદા, તેના દિકરા મુકેશ સહિતે મળી મંડળી રચી હુમલો કર્યો હતો. જેમાં મને આંગળીમાં ફ્રેકચર થયું હતું. તેમજ મારા વેવાણ અને તેની ભત્રીજીને મુંઢ ઇજા થઇ હતી. પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ જે. બી. રાણીંગાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:26 PM IST)










