તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
કૃષ્ણનગરના સવજીભાઇ સાપરીયાનું હૃદય ધબકરા ચુકી જવાથી મૃત્યુ
મીલપરાની ૨૨ વર્ષિય વસુંધરા સભાયાનું બેભાન હાલતમાં મૃત્યુ

રાજકોટ તા. ૧: હૃદય રોગના હુમલાથી વધુ એક પરિવારના મોભીનું મૃત્યુ થયું છે. સહકાર મેઇન રોડ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતાં સવજીભાઇ કરસનભાઇ સાપરીયા (ઉ.વ.૬૦) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો.
આ બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર સવજીભાઇ ચાર ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે દિકરા છે. પોતે કડીયા કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું.
બીજા બનાવમાં મીલપરા મેઇન રોડ પર વૃંદાવન ડેરી સામે રહેતી વસુંધરા ગિરીશભાઇ સભાયા (ઉ.વ.૨૨) નામની યુવતિ રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેણી એક બહેનથી નાની હતી. પિતા કારખાનેદાર છે. તેણીને કેન્સરની બિમારી હોવાનું સગાએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
સંતોષીનગરના પ્રભાબેનનું બેભાન હાલતમાં મૃત્યુ
ત્રીજા બનાવમાં પોપટપરા સંતોષીનગરમાં રહેતાં પ્રભાબેન કાકુભાઇ પરમાર (ઉ.વ.૫૫) નામના મહિલા સવારે ચારેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનારને સંતાનમાં ચાર દિકરી અને બે દિકરા છે. પતિ ખેતી કરી ગુજરાન ચલાવે છે. પ્રભાબેનને ડાયાબીટીશ, બ્લડપ્રેશરની બિમારી હોવાનું સગાએ કહ્યું હતું.હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી કાર્યવાહી કરી હતી
(2:23 PM IST)










