<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

જૈનમ-મુકેશભાઈ દોશી (મોડર્ન) નવરાત્રી મહોત્‍સવ આયોજનનાં શુકનવંતા ૧૧માં વર્ષે કરશે જાજરમાન જમાવટ

૧૦ વર્ષમાં ઝીરો વાયોલન્‍સ ગરબા યોજવાનું શ્રેય જૈનમનાં શિરે : રાસોત્‍સવને માઈક્રો પ્‍લાનીંગ થકી ભવ્‍ય બનાવવા માટે શહેરની તમામ સાથી સંસ્‍થાઓ તથા જૈનમ કોર કમીટીનાં સભ્‍યોની મીટીંગોનો ધમધમાટ

રાજકોટઃઆગામી નવરાત્રીનાં આયોજનને લઈને છેલ્‍લા એક દશકાથી જૈનો માટે એકસકલુઝીવ સમગ્ર નવરાત્રી દરમ્‍યાન રાસોત્‍સવનું આયોજન કરતું જૈનમ-મુકેશભાઈ દોશી (મોડર્ન) નવરાત્રી મહોત્‍સવ ૨૦૨૬ ની પૂર્વ તૈયારીનાં ભાગરૂપે રાજકોટની તમામ જૈન સાથી સંસ્‍થાઓનાં હોદેદારો સાથે તથા જૈનમ પરિવાર કોર ટીમનાં સભ્‍યોની એક મીટીંગમાં ૧૧માં વર્ષનાં શુકનવંતા આંકડાના આયોજન પ્રસંગે તમામ ઉપસ્‍થિત આગેવાનો દ્વારા જૈનમનું આ વર્ષનું આયોજન અદ્વુત બની રહેશ્‌ો તેવો આશાવાદ વ્‍યકત કર્યો હોવાનું યાદીમાં જણાવાયું છે.    

જૈનો દ્વારા જૈનો માટેનું એકસકલુઝીવ સમગ્ર નવરાત્રી દરમ્‍યાન રાસોત્‍સવનું આયોજન એટલે જૈનમ. દર વર્ષે બધા આયોજનોમાં ગરબા રમાડવામાં આવે છે પરંતુ જૈનમ દ્વારા ગરબાને જીવાડવામાં આવે છે. એ એટલા ઉપર થી કહી શકાય કે જૈનમનાં રાસોત્‍સવમાં વગાડવામાં આવતા ગીતો કોઈપણ જાતની વલગારીટી વગરનાં અને સમગ્ર માણી શકે તેવા હોવાનું જણાવાયું છે. માઈક્રો પ્‍લાનીંગ અને સઘન સુરક્ષા વ્‍યવસ્‍થા વચ્‍ચે સમાજની બહેનો દીકરીઓ જ્‍યાં સુરક્ષિત અને પારીવારીક માહોલની અનુભુતી કરે છે દરરોજ રાસોત્‍સવની શરૂઆત પહેલા આદ્યશકિતમાં અંબાનાં મંડપમાં સામુહીક આરતીની આરાધના કરવામાં આવે છે માં અંબા ની સાથે માં ભારતી એટલે કે ભારતમાતાની રોજે રોજ વંદનાથી દેશભકિતનો માહોલ ઉભો કરવામાં આવે છે, આ વખતે એક દશકો વિત્‍યા બાદ યોજાવા જઈ રહેલ જૈનમ-મુકેશભાઈ દોશી (મોડર્ન) નવરાત્રી મહોત્‍સવ ૨૦૨૬ ના આયોજનમાં ખૂબ જ વિવિધતા જોવા મળશે. પછી તે માતાજીનો મંડપ હોય, ઓરકેસ્‍ટ્રા હોય કે ગાયક કલાકારો હોય, ગ્રાઉન્‍ડ એરેંજમેન્‍ટ હોય, લાઈટીંગ, ડેકોરેશ્‌ાન હોય, ખેલૈયાઓ માટેનાં ઈનામોની વણઝાર હોય, વિવિધ આકર્ષણો હોય, સીટીંગ વ્‍યવસ્‍થા હોય,દર્શ્‌ાકોની બેઠક વ્‍યવસ્‍થા હોય, ખેલૈયાઓના પ્રવેશની વ્‍યવસ્‍થા હોય, વિવિધ થીમો હોય કે ખેલૈયાઓ માટેની સરપ્રાઈઝ હોય,  સરપ્રાઈઝ ઈવેન્‍ટ હોય, પ્‍યાર જૈન ફુડ સાથે ફુડ ઝોન હોય કે સેલ્‍ફી ઝોન હોય આ વર્ષે કંઈક અલગ કંઈક વિશેષ અવશ્‍ય જોવા મળશે. તેમ યાદીમાં જણાવાયું છે.

 આયોજનમાં જેએસજી સૌરાષ્ટ્ર રીજીયનનાં ચેરમેનશ્રી સેજલભાઈ કોઠારી, જેએસજીઆઈએફનાં વાઈસ પ્રેસીડન્‍ટ શ્રી મનીષભાઈ દોશી, જેએસજી સૌરાષ્ટ્ર રીજીયનનાં સેક્રેટરી શ્રી મેહુલભાઈ દામાણી, સૌરાષ્ટ્ર રીજીયનનાં જોઈન્‍ટ સેક્રેટરી શ્રી રાજેશભાઈ મોદી તથા જૈનમ પરિવારમાંથી જીતુભાઈ કોઠારી અને સુજીતભાઈ ઉદાણીનાં વડપણ હેઠળ શહેરની તમામ સાથી સંસ્‍થાઓ જેવી કે જૈન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ મેઈન, વેસ્‍ટ, મીડટાઉન, ડાઉનટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્‍ટ્રલ, જેમ, જૈન યુવા જુનિયર, જૈન જાગૃતિ સેન્‍ટર, જૈન યુવા ગ્રુપ, દિગંબર સોશ્‍યલ ગ્રુપ, મીડટાઉન સંગીની, ડાઉનટાઉન સંગીની તથા એલીટ સંગીનીનાં હોદેદારો જહેમત ઉઠાવી રહ્યા છે.

આ કોર કમીટીની મીટીંગનાં જૈનમ પરિવારનાં મેમ્‍બરો સર્વશ્રી જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી, જયેશભાઈ વસા, સેજલભાઈ કોઠારી, મેહુલભાઈ દામાણી, કમલેશભાઈ શાહ, શ્‌ૌલેષભાઈ માઉં, નિપુણભાઈ દોશી, અમીષભાઈ દેસાઈ, જયેશભાઈ મહેતા, વૈભવભાઈ સંઘવી, ચિરાગભાઈ દોશી, અમીતભાઈ દોશી, નિલેશભાઈ ભાલાણી હાજર રહયા હતા અને આયોજનનાં વિવિધ પાસાઓ ઉપર ચર્ચા વિચારણ કરી હતી. આગામી જૈનમ-મુકેશભાઈ દોશી (મોડર્ન) નવરાત્રી મહોત્‍સવ ૨૦૨૬ અંગેની ઉપરોકત માહીતી આપવા માટે આજરોજ યોજાયેલ પ્રેસ મુલાકાતમાં જૈનમ પરિવારનાં જીનેશભાઈ મહેતા, શ્‌ૌલેનભાઈ શાહ, કેતનભાઈ કોઠારી, પુનમભાઈ વસા, ચેતનભાઈ કામદાર, કુમારભાઈ કોઠારી, અલ્‍પેશભાઈ દેસાઈ  તથા પારસભાઈ શ્‌ોઠ જોડાયા હતા.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:28 PM IST)