તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Tuesday, 1st September 2026
રાજકોટ શહેર-જીલ્લામાં શાહુકારો સામે જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા કડક કાર્યવાહી શરૂઃ ૪૦૦ને નોટીસોઃ ૨૯ના લાયસન્સ રદ
જીલ્લા રજીસ્ટ્રાર બિમલ પટેલ દ્વારા તપાસનો દોર? ૬૮ને ત્યાં રૂબરૂ તપાસણી કરાઇ..

રાજકોટ, તા.૧: શહેરજિલ્લામાં વ્યાજખોરી અને ગેરકાયદે નાણાં ધીરધારની પ્રવળત્તિઓ પર લગામ લગાવવા માટે જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા કડક પગલા લેવાનું શરૂ કર્યુ છે. રાજકોટ જિલ્લામાં ‘‘ગુજરાત નાણાં ધીરધાર કરનારા અધિનિયમ-૨૦૧૧'' અને ‘‘નિયમો-૨૦૧૩'' હેઠળ નોંધાયેલા શાહુકારો દ્વારા નીતિ-નિયમોનું ઉલ્લંઘન જણાતા કુલ ૪૪૦ શાહુકારોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.ગંભીર નિયમભંગ બદલ ૨૯ શાહુકારોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરાતાં વ્યાજવટાવના ધંધાર્થીઓમાં ફાફડાટ વ્યાપી ગયો છે.
હિસાબો રજૂ ન કરનારા શાહુકારોને કલમ-૨૧(૨)(ક)(૧) તથા કલમ-૪૩ હેઠળ ૧૫ દિવસમાં સંતોષકારક ખુલાસો કરવા આદેશ અપાયો છે. જો નિયત સમયમાં ખુલાસો નહીં મળે તો લાયસન્સ કાયમી ધોરણે રદ કરવા સહિતના દંડાત્મક પગલાં લેવાશે.
જિલ્લા રજિસ્ટ્રાર ડો. બિમલકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ સહકારી અધિકારી (ધીરધાર) વી. વી. જાડેજા અને તેમની ટીમે હાથ ધરેલી સઘન ચકાસણી દરમિયાન ગંભીર બેદરકારીઓ સામે આવી હતી.સમગ્ર રાજકોટ જિલ્લામાં હાલ કુલ ૫૩૮ ધીરધારના લાયસન્સ કાર્યરત છે. જેમાંથી ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ૬૮ શાહુકારોની પ્રત્યક્ષ ચકાસણી કરવામાં આવી હતી.
(2:36 PM IST)










