<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટમાં તા. ૮ મીએ કાવડ યાત્રા

ન્‍યારી ડેમથી પ્રસ્‍થાનઃ એ.જી. ચોકમાં મુખય કાર્યક્રમઃ હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોને આમંત્રણઃ ધર્મપ્રેમીઓને જોડાવા આહ્‌વાન

 

 

હર હર મહાદેવ :.. વિહિપ ધર્મ પ્રસાર પ્રેરિત કાવડ યાત્રાના આયોજન અંગે આયોજક અગ્રણીઓ હરિચેતનાનંદ સ્‍વામી, કૌશિક સરધારા, આશિષ વેકરીયા, પ્રકાશ ભાલાળા, સાગર પોપટ વગેરેએ અકિલા કાર્યાલની શુભેચ્‍છા મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીર : અભિજીત બગથરિયા)(૬-૯)

 

શ્રદ્ધા, સેવા, સંસ્‍કળતિ અને સનાતન એકતાના પાવન સંદેશ સાથે રાજકોટ શહેરમાં ૭ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૬ના સોમવારે ‘સનાતન કાવડ યાત્રા-૨૦૨૬' નું આયોજન કરવામાં આવ્‍યું છે. ભગવાન ભોળેનાથની અસીમ કળપા પ્રાપ્ત કરવા તથા સમાજમાં એકતા, સેવા અને સનાતન સંસ્‍કળતિનો સંદેશ પ્રસરાવવાના હેતુથી યોજાનારી આ પાવન યાત્રામાં રાજકોટની ધર્મપ્રેમી જનતાને મોટી સંખ્‍યામાં સહભાગી થવા આયોજકો દ્વારા ભાવભર્યું આહવાન કરવામાં આવ્‍યું છે. શ્રાવણ માસની પાવન પરંપરામાં કાવડ યાત્રાનું વિશેષ ધાર્મિક અને આધ્‍યાત્‍મિક મહત્ત્વ છે. પવિત્ર જળ ધારણ કરી ભક્‍તિભાવપૂર્વક પગપાળા યાત્રા કરીને ભગવાન શિવને જળાભિષેક કરવાની આ પરંપરા તપ, કષ્ટસહન, શ્રદ્ધા અને સમર્પણની ભાવનાનું પ્રતીક છે. કાવડ યાત્રા સાથે અનેક પૌરાણિક અને ધાર્મિક માન્‍યતાઓ પણ જોડાયેલી છે. ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટમાં કાવડ યાત્રાનું આયોજન થયાનું આયોજકોએ જણાવ્‍યું હતું.

ન્‍યારી ડેમથી રામનાથ

મહાદેવ સુધી પ્રવાહ

૭ સપ્‍ટેમ્‍બર, સોમવારે સવારે ૭:૦૦ કલાકે કયારલી ડેમ ખાતેથી કાવડ યાત્રાનો પ્રારંભ થશે. કાવડ ધારણ કરેલા શિવભક્‍તો ભક્‍તિભાવપૂર્વક્‌ રાજકોટ શહેરના વિવિધ વિસ્‍તારોમાંથી પસાર થઈ રામનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચશે, જ્‍યાં યાત્રાનું સમાપન થશે. યાત્રા ચમત્‍કારિક હનુમાન મંદિર, પુષ્‍પરધામ મંદિર, જે.કે. ચોક, આકાશવાણી ચોક, સાધુ વાસવાણી રોડ, આલાપ ગ્રીન સિટી, બાપાસીતારામ ચોક, રૈયા ચોકડી, બ્રહ્મ સમાજ ચોક, કનૈયા ચોક, હનુમાન મઢી, આજીપાલી અંડરપાસ, કિશાનપરા ચોક, સી.પી. કચેરી ચોક, યાત્રિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણ બાગ, બાલાજી મંદિર, સ્‍વામિનારાયણ મંદિર-ભૂપેન્‍દ્ર રોડ, ખિજડાવાળા મામાસાહેબનું મંદિર, ગરુડ ગરબી ચોક અને બડા બજરંગ ચોક થઈને રામનાથ મહાદેવ મંદિર સુધી પહોંચશે.

મુખ્‍ય કાર્યક્રમ

કાવડ યાત્રા દરમિયાન સોમવારે સવારે ૯:૦૦ કલાકે ચમત્‍કારિક હનુમાનજી મંદિર, એ.જી. ચોક, કાલાવડ રોડ, રાજકોટ ખાતે મુખ્‍ય સ્‍ટેજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ પાવન પ્રસંગે નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મંત્રીશ્રીઓ, રાજકીય આગેવાનો, પૂજ્‍ય સંતો તથા ધાર્મિક ક્ષેત્રના આગેવાનોની ઉપસ્‍થિતિ રહેશે. વિવિધ સંસ્‍થાઓ સહયોગી બની છે. ન્‍યારી ડેમથી રામનાથ મંદિર સુધીનો રૂટ રહેશે.

તપ અને સમર્પણનો સંગમ

કાવડ યાત્રા સનાતન પરંપરામાં ભગવાન શિવ પ્રત્‍યેની અડગ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. પવિત્ર જળ સાથેની આ યાત્રા ભક્‍તના અંતરમાં ભક્‍તિભાવને પ્રબળ બનાવવાની સાથે સમાજમાં ધાર્મિક અને સાંસ્‍કળતિક એકતાનો સંદેશ પણ પ્રસરાવે છે. ધાર્મિક માન્‍યતા અનુસાર કાવડ યાત્રા દ્વારા ભગવાન શિવને જળ અર્પણ કરવાથી ભક્‍તને ભોળેનાથની કળપા પ્રાપ્ત થાય છે.

ધર્મપ્રેમી જનતાને આહવાન

આયોજકો દ્વારા રાજકોટની સમસ્ત ધર્મપ્રેમી જનતાને હૃદયપૂર્વક અપીલ કરવામાં આવી છે કે ૭ સપ્ટેમ્બરના રોજ સહપરિવાર મોટી સંખ્યામાં કાવડ યાત્રામાં જોડાઈ ભગવાન ભોળેનાથ પ્રત્યેની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે અને સનાતન સંસ્કૃતિના આ પાવન પર્વને ભવ્ય બનાવે. રાજકોટની ધરતી પર હજારો શિવભક્તો ઍકસાથે કાવડ ધારણ કરી ‘હર હર મહાદેવ’ ના જયઘોષ સાથે આગળ વધે અને સમગ્ર રાજકોટ શહેર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઊઠે—ઍવો દિવ્ય માહોલ સર્જવાનો સંકલ્પ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે મો. ૫૩૦ ૦૦૩૬૯ અથવા ૯૮૨૫૮ ૦૪૫૧૧, ૯૦૩૩૯ ૧૫૦૮ ઉપર સંપર્ક સાંઘવો.(

(2:41 PM IST)