તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
રેસકોર્ષના પૂલમાં સ્વીમિંગ કર્યા બાદ સલિમભાઇ કુરેશી ઢળી પડયાઃ મૃત્યુ
બીએસએનએલના નિવૃત ક્લાર્ક પંદર વર્ષથી સ્વીમિંગ કરવા આવતાં હતાં ન્હાઇને બાથરૂમમાં કપડા બદલતાં હતાં ત્યારે હૃદય રોગનો હુમલો આવ્યોઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્યુ થયું છે. રૈયા ચોકડી નજીક કીડવાઇનગર-૪માં રહેતાં સલિમભાઇ હબીબભાઇ કુરેશી (ઉ.વ.૫૮) સવારે રેસકોર્ષ લોકમાન્ય તિલક સ્વીમિંગ પૂલ ખાતે સ્વીમિંગ માટે આવ્યા ત્યારે કપડા ચેન્જ કરતી વખતે એકાએક ઢળી પડતાં મૃત્યુ થયું છે.
જાણવા મળ્ય ામુજબ સલિમભાઇ બે ભાઇ અને ચાર બહેનમાં બીજા હતાં અને અગાઉ બીએસએનએલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં હતાં. હાલ તેમણે વીઆરએસ લઇ લીધુ હતું. તેમને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. પોતે દરબોજ સવારે પંદર વર્ષથી નિયમીત અહિ સ્વીમિગ કરવા આવતાં હતાં. આજે સ્વીમિંગ કરી લીધા બાદ બાથરૂમમાં કપડા બદલવા ગયા ત્યારે ત્યાં બેભાન થઇ ઢળી પડયા હતાં.
તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવામાં માતમ છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં નવા થોરાળા ગંજીવાડા મેઇન રોડ પર રહેતાં દિનેશભાઇ પોપટભાઇ રાઠોડ કઉ.વ.૫૨) સવારે ઘરે બીમારીને કારણે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. બનાવની જાણ થોરાળા પોલીસને કરવામાં આવી હતી.
(2:57 PM IST)










