તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
શકિત યુવા ગ્રુપ દ્વારા ‘‘રામનાથ મહાદેવ મંદિર અને રિવરફ્રન્ટ''ના ફલોટનું અનેરૂ સુશોભન

રાજકોટ તા.૧: શકિત યુવા ગ્રુપ દ્વારા છેલ્લા ૧૩ વર્ષથી જન્માષ્ટમીની ઉજવણી ધામધુમથી કરવામાં આવે છે. જેમાં લતા સુશોભન કરવામાં આવે છે. જાહેર જનતાને સારો મેસેજ મળે એવી કંઇક અલગ થીમ પસંદ કરવામાં આવે છે.
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત લતા સુશોભન સ્પર્ધામાં શકિત યુવા ગ્રુપ દ્વારા આકર્ષક અને કલાત્મક પ્રોજેકટ રજુ કરવામાં આવ્યો છે. ગ્રુપ દ્વારા ‘‘રામનાથ મહાદેવ મંદિર તેમજ રીવરફ્રન્ટ'' પ્રોજેકટની થીમ આધારીત લતા સુશોભન કરવામાં આવ્યુ છે. અંદાજે ૮ હજારના ખર્ચે આ સજાવટ કરવામાં આવી છે.
શકિત યુવા ગ્રુપના સભ્યોએ પોતાની સર્જનાત્મકતા અને મહેનત દ્વારા લતા-વેલીઓ તથા વિવિધ સુશોભન સામગ્રીનો ઉપયોગ કરી રામનાથ મહાદેવ મંદિર અને રિવરફ્રન્ટની સુંદર પ્રતિકૃતિ તૈયાર કરી છે. ધાર્મિક આસ્થા સાથે શહેરના વિકાસ અને સોૈદર્યીકરણની કલ્પનાને સુંદર રીતે રજુ કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિ, ધાર્મીક વારસા, પર્યાવરણ પ્રેમ અને શહેરના વિકાસનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેકટને નીહાળવા શકિત યુવા ગ્રુપે જાહેર જનતાને અનુરોધ કર્યો છે. શકિત સોસાયટી શેરી નં.૪, સંતકબીર રોડ, શાળા નં.૧૩ની પાછળ આ સુશોભન કરવામાં આવેલ છે.
તસ્વીરમાં ‘‘અકિલા ખાતે વિગત વર્ણવતા શકિત યુવા ગ્રુપના સભ્યો નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:58 PM IST)










