તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
પેટીસમાં મકાઇનો લોટ-સ્ટાર્ચ મળ્યો : ફરાળીના નામે લોકોના ઉપવાસ સાથે ચેડા ! ં
જૈન સ્વીટ નમકીન એન્ડ સ્નેકસમાંથી મકાઇવાળો લોટ, મકાઇ સ્ટાર્ચ અને બટેટાના સ્ટાર્ચવાળો માવો સહિત ૩ર કિલો જથ્થો નાશ : કૃષ્ણમ કાઠીયાવાડીમાંથી ર૦ કિલો વાસી ખોરાકનો નાશ : ૩ પેઢીને નોટીસ અને રૂા.૩,પ૦૦નો દંડઃ ગાંઠીયા, સેવ સહિતના ફરસાણના ૧૭ નમુના લેવાયા : મનપાનું ફુડ વિભાગ ત્રાટકયું

રાજકોટ, તા., ૧: મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફરાળી પેટીસ તેમજ અન્ય ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતાં એકમોનું તેમજ તેમાં વપરાશમાં લેવાતી સ્ટાર્ચ-ફરાળી તેમજ ફરાળી રો-મટિરિયલ વપરાશ થાય તે સુનિヘ૩િ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ મળી રૂ.૩,૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. તેમજ FSS-એક્ટ હેઠળ ૧૭ નમૂના લેવામાં આવેલ.
અખાદ્ય ચીજોનો નાશ
આ અંગે મનપાના આરોગ્ય શાખાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફુડ વિભાગ દ્વારા ચેકીંગ દરમ્યાન કળષ્ણમ કાઠિયાવાડીઃ :-ઓરબીટ રોડ, મુંજકા, ૧૫૦ ફૂટ રીંગ રોડ, પેઢીને હાઈજિનીક કન્ડિશન તથા લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ વાસી સબ્જી, બાંધેલો લોટ તથા પ્રિપેડ ફુડનો જથ્થો કુલ મળી ૨૦ kg નાશ કરેલ રૂા.૧૦૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
જૈન સ્વિટ નમકીન એન્ડ સ્નેક્સ :-માં કળપા, સદગુરુ બંગ્લોઝ પાસે, નાગરિક બેંક વાળી શેરી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, પેઢીને હાઈજિનીક કન્ડિશન તથા લાયસન્સ બાબતે નોટિસ આપેલ. રૂા. ૨૦૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ તેમજ મકાઇ વાળો લોટ મેળવેલ પેટીસ, મકાઇ સ્ટાર્ચ, બટેટાનો સ્ટાર્ચ વાળો માવો કુલ મળી ૩૨ kg નાશ કરેલ તેમજ ૧. ફરાળી પેટીસ માટે નો લોટ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ છે.
શ્રી લક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ :- શિવ દ્રષ્ટી -૧, શોપ નંબર-૧, શાષાીનગર સામે, નાના મવા મેઇન રોડ, રાજકોટ પેઢીને હાઈજિનીક કન્ડિશન તથા લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા. ૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ૧.તીખા ગાઠીયા (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.
નમુના લેવાયા
જયારે હર ભોલે ફરસાણ :- યોગેશ્વર સોસાયટી કોર્નર, એરપોર્ટ રોડ, પેઢીમાંથી ૧.પાપડી (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.
જલારામ ફરસાણ :-સદગુરુ વિહાર, એરપોર્ટ રોડ, પેઢીમાંથી ૧.નાયલોન સેવ (લુઝ)
શ્રી મુરલીધર ફરસાણઃ - હનુમાન મઢી ચોક, રૈયા રોડ, રાજકોટ પેઢીમાંથી ૧.સેવ
પારસ ફરસાણ :- હનુમાન મઢી ચોક, રૈયા રોડ, રાજકોટ પેઢીમાંથી ૧.પાપડી શ્યામ સિંગ એન્ડ નમકીન :- હનુમાન મઢી ચોક, રૈયા રોડ, રાજકોટ પેઢીમાંથી ૧.શક્કરપારા
જલારામ ફરસાણ માર્ટ :- તિરુપતિ નગર કોર્નર, રૈયા રોડ, રાજકોટ પેઢીમાંથી ૧.તીખા ગાઠીયા
શ્રીનાથજી ફરસાણ :- સાધુ વાસવાણી શાકમાર્કેટ સામે, રાજકોટ પેઢીમાંથી ૧.ગુલાબ પુરી
શ્રી બહુચરાજી સ્વીટ :- નમકીન, શિવ શક્તિ કોલોની, પુષ્કરધામ રોડ, રાજકોટ પેઢીમાંથી ૧.મેથી વાળા ગાંઠીયા (લુઝ) ૨.સેવ ગુંદી
ચામુંડા ફરસાણ :- શિવશક્તિ કોલોની, યુનિવર્સિટી રોડ, રાજકોટ પેઢીમાંથી ૧.તીખા ગાંઠિયા
હરભોલે ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ :- પુષ્કરધામ મેઇન રોડ, રાજકોટ પેઢીમાંથી ૧.તીખી પાપડી
જલિયાણ ફરસાણ :- લક્ષ્મીનગર pgvcl ની સામે, નાના મવા રોડ, રાજકોટ પેઢીમાંથી ૧.ભાવનગરી ગાંઠિયા (લુઝ) ૨.ખારા સકરપારા (લુઝ) તથા શ્રીરામ ફરસાણ :- લક્ષ્મી નગર, pgvcl પાસે, નાના મવા રોડ, રાજકોટ પેઢીમાંથી ૧.નાયલોન સેવ (લુઝ) ૨.ચંપાકલી ગાંઠીયા (લુઝ) ના નમૂના લેવામાં આવ્યા હતા.
(2:59 PM IST)










