તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
યુનિવર્સિટી રોડ પર જય દ્વારકાધીશ હોટેલ ગ્રુપ દ્વારા સાવરિયા શેઠના આબેહૂબ મંદિરની ફલોટ સજાવટ
દરરોજ સાંજે મહાઆરતી : આઠમના રાત્રે રાસ ગરબા અને દહીં હાંડી ઉત્સવ

રાજકોટ તા. ૧ : શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિત્તે જય બારકાધીશ હોટેલ ગ્રુપ દ્વારા ગુજરાતમાં પ્રથમ કહી શકાય તેવા સાંવરિયા શેઠનાં આબેહૂબ દિવ્ય મંદિરની ફલોટ સજાવટ કરવામાં આવી છે.
યુનિવર્સિટી મેઈન રોડ, બી.ટી.: સવાણી કિડની હોસ્પિટલ પહેલાં જય દ્વારકાધીશ હોટલની સામે એફ.એસ.એલ. કચેરીની બાજુના મેદાનમાં આ સુશોભન કરવામાં આવ્યુ છે.
કાલે તા. ૨ ના બુધવારે સાંજે ૬.૩૦ કલાકે આ દર્શન, શળંગાર મહંત યોગીશ્રી શેરનાથ બાપુના હસ્તે દીપ પ્રગટાવી ખુલ્લા મુકાશે. બાદમાં સાંજે ૭.૩૦ કલાકે ભવ્ય મહા આરતી થશે.
તા. ૩ ના ગુરુવારે સાંજે ૭.૩૦ કલાકે વિજય ગુરુજીના હસ્તે ભવ્ય મહાઆરતી અને તા. ૪ના સાંજે ૭.૩૦ કલાકે આઈ શ્રી કંચનમા - સોનલધામ મઢડાના હસ્તે આરતી રાખેલ છે. તા. ૪ ના શુક્રવારે રાત્રે ૯ થી ૧૧ રાસની રમઝટ અને રાત્રે ૧૨ કલાકે દહીં હાંડી ઉત્સવ યોજાશે.
આ સમગ્ર આયોજનમાં ધાર્મિક સંતો મહાનુભાવો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મયુરભાઇ નથવાણી, કાનાભાઇ બાંભવા, સામતભાઇ બાંભવા, રામભાઇ બાંભવા, જતીનભાઇ ઉનડકટ, રવિભાઇ રાયચુરા, નિરવભાઇ રાયચુરા, દિપભાઇ રાણપરીયા, મોતીભાઇ ઝાપડા, ઝીણાભાઇ ધ્રાંગીયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:01 PM IST)










