તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Tuesday, 1st September 2026
લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોનની પ્રથમ કારોબારી બેઠક

રાજકોટ, તા.૩૦: શ્રી લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન-૧ના નવા કાર્યકાળની પ્રથમ કારોબારી સભા તાજેતરમાં હોટેલ ફર્ન, કુવાડવા રોડ ખાતે યોજાઈ હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયું છે. સૌરાષ્ટ્ર ઝોન-૧ના પ્રમુખ શ્રી રામકુમાર બરછાના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાં ૩૦૦ થી વધુ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નીતિનભાઈ રાયચુરાએ આગામી વર્ષ ૨૦૨૭ માં લોહાણા મહાપરિષદ ૭૫ મી વર્ષગાંઠે યોજાનાર અમૃત મહોત્સવ વિશે વિસ્તૃત અને મહત્વની જાણકારી આપી હતી. સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ નીતિનભાઈ રાયચુરા અને જોઈન્ટ સેક્ટ્રેરી કૃષ્ણકાંત રૂપારેલીયાએ નવનિયુક હોદ્દેદારાને શપથ લેવડાવ્યા હતા. શ્રી લોહાણા મહાપરિષદના અધ્યક્ષશ્રી સતીષભાઈ વિઠ્ઠલાણીએ લાઈવ જોડાઈને પોતાના સંબોધનમાં લોહાણા મહાપરિષદના આગામી વિઝન અને રોડમેપ વિશે ઝીણવટભરી વિગતો આપી હતી. જોગાનું જોગ સતીષભાઈ જન્મદિવસ હોવાથી કેક કાપી સહુએ શુભેચ્છા પાઠવી હતી. રામભાઈએ સૌરાષ્ટ્ર ઝોન-૧ની વિવિધ કમિટીઓના હોદ્દેદારોની નિમણૂક, નવી જવાબદારીઓ તથા આગામી કાર્યકાળના આયોજન અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. વિવિધ હોદ્દેદારોને તેમની જવાબદારી સુવ્યવસ્થિત અને સક્રિય બનાવવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એસ.એલ.એમ.પી.યુથ વાઇસ પ્રેસિડેન્ટ ધવલ ચંદારાણાએ યુથ વિગની કાર્યપદ્ધતિ જણાવેલ. મહિલા વિગના ઝોનલ પ્રમુખ તૃપ્તિબેન રાજવીરે ટીમનો પરિચય કરાવ્યો હતો. બેઠકમાં યુથ ઝોનલ પ્રેસિડેન્ટ કલ્પેશ બગડાઈ, શેતુલ મજેઠીયા અને પાર્થ ઠકરાર દ્વારા વિગતો અપાયેલ. ૨૦૨૭ માં લોહાણા મહાપરિષદની ૭૫ મી વર્ષગાંઠની ઉજવણી અંગે ચર્ચા થયેલ. વિભાગીય ઝોનલ પ્રમુખશ્રીઓ સર્વેશ્રી રાહુલભાઈ મોદી,સુમિતભાઈ ઠક્કર અને પાર્થ કોટેચા, એ હાજરી આપી હતી. મારવાડી યુનિ.કોલેજના ટ્રસ્ટીશ્રી જીતુભાઈ, કાશ્મીરાબેન નથવાણી,લોહાણા મહાજના ઉપપ્રમુખ ડો.નિશાંતભાઈ ચોટાઈ,રામધામના ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી હસુભાઈ ભગદેવ સહિતના જ્ઞાતિશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પ્રકાશભાઈ ઠકકર, અશોકભાઈ કાથરાણી તેમજ સુરેન્દ્ર ડિસ્ટ્રીક પ્રમુખ સુરેશભાઈ સોમૈયા સહિતની ટિમ ઉપસ્થિતિ રહી હતી. લીગલ કમિટીના વાઇસ ચેરપર્સન એડવોકેટ સંજય પંડિત દ્વારા લોહાણા મહાપરિષદની ભલામણથી આર્થિક રીતે નબળા રઘુવંશી સમાજના વ્યક્તિ અથવા પરિવારને, કેસની જરૂરિયાત અને યોગ્યતા મુજબ, નિઃશુલ્ક કાનૂની સેવા પૂરી પાડવા અંગેનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઝોનલ પ્રભારી મિતેશભાઈ રૂપારેલીયા, ઝોનલ પ્રમુખ રામભાઈ બરછા, સેક્રેટરી અજયભાઈ સંઘાણી રાજકોટ શહેર પ્રમુખ સંજયભાઈ લાખાણી,કલ્પેશભાઈ બગડાઈ, મેહુલભાઈ નથવાણીએ જહેમત ઉઠાવી હતી. કારોબારી બેઠકની શરૂઆતમાં શ્રી અમિતભાઈ માણેકે સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન ઝોનલ સેક્રેટરી અજયભાઈ સંઘાણી અને મહિલા વિગના ઝોનલ સેક્રેટરી રશ્મિબેન માણેક કર્યું હતું. આભાર દર્શન અજયભાઈ સંઘાણી કર્યું હતું
(3:02 PM IST)










