<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

૨૬ ગુનામાં સામેલ મહિલા બુટલેગર ગીતાને ગાંધીગ્રામ પોલીસે ૧૭૫ ગ્રામ ગાંજા સાથે દબોચી

પી.આઇ. એચ.પી. ગઢવી, પીએસઆઇ એસ.વી. ગોહિલની ટીમનો ઘંટેશ્વર ૨૫ વારીયા કર્વાટરમાં દરોડોઃ પૂછતાછ શરૂ કરાઇ હેડ કોન્‍સ્‍ટેબલ રવીભાઇ ગઢવી, રોહીતદાન ગઢવી, કોન્‍સ્‍ટેબલ જયદેવસિંહ પરમાર અને ચંદ્રદીપસિંહ જાડેજાની બાતમી


 

રાજકોટ, તા. ૧: જામનગર હાઇવે પર ઘંટેશ્વર રપ વારીયા કવાટર્સમાં રેલ્‍વે પાટા પાસે જામવાડીના ફોલ્‍ડીંગ દિવાલ પાસે કવાટર્સમાં બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી અગાઉ માદક પદાર્થ સહિત ર૬ ગુનામાં સંડોવાઇ ચુકેલી મહિલા બુટલેગરને ૧૭પ ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધી હતી.

જાણવા મળ્‍યા મુજબ જામનગર હાઇવે પર ઘંટેશ્વર રપ વારીયા કવાટર્સમાં જામવાડીની ફોલ્‍ડીંગ દિવાલ પાસે રહેતી ગીતા અરવિંદભાઇ મકવાણા (ઉ.વ. ૪પ) ના કવાટરમાં ગાંજો હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકના જમાદાર રવીભાઇ ગઢવી, રોહિતદાન ગઢવી, કોન્‍સ્‍ટેબલ જયદેવસિંહ પરમાર અને ચંદ્રદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો.

પોલીસ કવાટરની તલાસી લેતા ત્‍યાંથી રૂા. ૮,૭૫૦ની કિંમતનો ૧૭૫ ગ્રામ ગાંજાના જથ્‍થો મળી આવતા કબ્‍જે કરી પોલીસે ગીતા મકવાણા સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. હાલ આ ગાંજો તે કયાંથી લાવી હતી? તે સહિતની દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે.

પોલીસે જણાવ્‍યુ કે ગીતા મકવાણા અગાઉ પણ માદક પદાર્થના મારામારી-ધાકધમકીના બે ચોરીમાં એક એન દેશી દારૂના ૨૧ ગુના મળી કુલ ૨૬ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકી છે.

શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા જેસીપી ચૈતન્‍ય માંડલીકા, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, એસીપી આર.એસ. બારીઆની સુચનોને પગલે ગાંધીગ્રામ પીઆઇ એચ.પી.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીઆઇ એસ.વી. ગોહીલ, એએસઆઇ ચેતનસિંહ ગોહીલ, એએસઆઇ ચેતનસિંહ ગોહિલ, હેડ કોન્‍સ્‍ટેબલ રવીભાઇ ગઢવી, રોહીતદાન ગઢવી, ભવદીપસિંહ ગોહીલ, કોન્‍સ્‍ટેબલ રધુવીરસિંહ જાડેજા, વિપુલભાઇ ગઢવી, જયદેવભાઇ પરમાર, ચંદ્રદીપસિંહ જાડેજા, પ્રશાંતભાઇ ગજેરા, કોશીકભાઇ ડાંગર, વિશાલભાઇ દુધરેજીયા, રીનાબેન પરમાર, પ્રેક્ષાબેન આહીર અને ટીઆરબી રવીભાઇ જાડાએ આ કામગીરીકરી હતી.

(3:16 PM IST)