<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

જન્‍માષ્ટમીના રંગે રંગાશે પેડક રોડઃ કાલે રાંધણ છઠ્ઠે ‘રંગ સનાતન'માં ભક્‍તિ, સંગીત અને સંસ્‍કળતિનો ભવ્‍ય મહાસંગમ

શ્રીરામની મર્યાદા, શ્રીકૃષ્‍ણની લીલા અને મહાદેવની ભસ્‍મઆરતી એક મંચ પરઃ તેજશ શીશાંગીયાની ટીમના ૪૦ કલાકારો જમાવશે રંગઃ ઉદય કાનગડના સહયોગથી ભવ્‍ય આયોજનઃ વલ્લભભાઈ દુધાત્રા, બાલક હનુમાન મંદિર ટ્રસ્‍ટ અને વિધાનસભા-૬૮ ભાજપ પરિવારનું જાહેર નિમંત્રણ

 

 

રાજકોટ, તા. ૧:  શ્રીકૃષ્‍ણ જન્‍માષ્ટમીના પાવન પર્વની ઉજવણી અંતર્ગત શહેરના પેડક રોડ સ્‍થિત શ્રી બાલક હનુમાન મંદિર ખાતે આવતીકાલે તા. ૨ સપ્‍ટેમ્‍બર, બુધવારે રાંધણ છઠ્ઠના રોજ રાત્રે ૮:૩૦ કલાકે વિધાનસભા-૬૮ના ધારાસભ્‍ય ઉદય કાનગડના સહયોગથી ભવ્‍ય ધાર્મિક-સાંસ્‍કળતિક કાર્યક્રમ ‘રંગ સનાતન' યોજાશે.

ધારાસભ્‍ય ઉદય કાનગડ અને શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રાની અખબારી યાદીમાં જણાવાયું છે કે શ્રીકળષ્‍ણ જન્‍માષ્ટમીને ગોકુલાષ્ટમી, યદુકુલાષ્ટમી, શ્રીકળષ્‍ણ જયંતી અને કળષ્‍ણોત્‍સવ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્‍ણુના અવતાર ભગવાન શ્રીકળષ્‍ણના જન્‍મોત્‍સવ પ્રસંગે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં ભક્‍તિમય માહોલ સર્જાય છે.

પેડક રોડના શ્રી બાલક હનુમાન મંદિર ખાતે દર વર્ષે જન્‍માષ્ટમી, રામનવમી અને હનુમાન જયંતી સહિતના પર્વોની ભવ્‍ય ઉજવણી થાય છે. ધારાસભ્‍ય ઉદય કાનગડના સહયોગથી અહીં પ્રથમ વર્ષે ‘શ્રીનાથજીની ઝાંખી', ત્‍યારબાદ ‘શિવગાથા', ત્રીજા વર્ષે ‘વ્રજલીલા' અને આ વર્ષે ‘રંગ સનાતન'ની ભવ્‍ય પ્રસ્‍તુતિ યોજાઈ રહી છે.

જીલ એન્‍ટરટેઈન્‍મેન્‍ટના તેજશ શીશાંગીયાના માર્ગદર્શન હેઠળ આશરે ૪૦ કલાકારો, કસબીઓ અને ગાયકવળંદ દ્વારા ‘રંગ સનાતન'ને આખરી ઓપ અપાઈ રહ્યો છે. કાર્યક્રમમાં શ્રીરામની મર્યાદા, શ્રીકળષ્‍ણની વ્રજલીલા અને મહાદેવની ભસ્‍મઆરતીને સંગીત, કીર્તન, રાસ-નળત્‍ય, ધાર્મિક ઝાંખી તથા વિવિધ સાંસ્‍કળતિક પ્રસ્‍તુતિઓ દ્વારા જીવંત કરાશે.

ધારાસભ્‍ય ઉદય કાનગડે જણાવ્‍યું છે કે ‘રંગ સનાતન' માત્ર સાંસ્‍કળતિક કાર્યક્રમ નથી, પરંતુ સનાતન સંસ્‍કળતિ, ભક્‍તિ, ભારતીય આધ્‍યાત્‍મિક પરંપરા અને જીવનમૂલ્‍યોને નવી પેઢી સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ છે. ધાર્મિક પર્વો સમાજમાં એકતા, સંસ્‍કાર, સામાજિક સમરસતા અને આધ્‍યાત્‍મિક ઊર્જા ફેલાવી રાષ્‍ટ્રપ્રેમની જ્‍યોત વધુ પ્રગટાવે છે.

જન્‍માષ્ટમી મહોત્‍સવ દરમિયાન શ્રી બાલક હનુમાન મંદિર તથા આસપાસના પેડક રોડ વિસ્‍તારમાં ધજા-પતાકા, આકર્ષક અવનવા સુશોભન, ઝાંખીઓ અને નયનરમ્‍ય રંગબેરંગી રોશનીથી ગોકુળ જેવો માહોલ સર્જાશે. જન્‍માષ્ટમીની રાત્રે મટકી ફોડ તેમજ સ્‍થાનિક બહેનો દ્વારા રાસોત્‍સવ સહિત સાંસ્‍કળતિક કાર્યક્રમોની હારમાળા યોજાશે.

આવતીકાલે રાત્રે ૮:૩૦ કલાકે યોજાનારા ‘રંગ સનાતન'માં પરિવાર સાથે ઉપસ્‍થિત રહી ભક્‍તિ અને સંસ્‍કળતિના અલૌકિક અવસરના સાક્ષી બનવા ધારાસભ્‍ય શ્રી ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, વિધાનસભા-૬૮ ભાજપ પરિવાર તથા શ્રી બાલક હનુમાન મંદિર ટ્રસ્‍ટ દ્વારા શહેરીજનોને જાહેર નિમંત્રણ પાઠવાયું છે. અખબારી યાદી મનસુખભાઈ પીપળીયા, પી.એ. ટુ ઉદય કાનગડ દ્વારા પાઠવવામાં આવી છે.

શ્રીરામથી શ્રીકળષ્‍ણ અને મહાદેવ સુધી ભક્‍તિનો સંગમ

‘રંગ સનાતન'માં શ્રીરામની મર્યાદા, શ્રીકળષ્‍ણની લીલા-વ્રજલીલા અને મહાદેવની ભસ્‍મઆરતી સાથે સંગીત, કીર્તન, રાસ-નળત્‍ય અને ધાર્મિક ઝાંખીઓ રજૂ થશે.

 તેજશ શીશાંગીયાની ટીમના ૪૦ કલાકારો મેદાનમાં

જીલ એન્‍ટરટેઈન્‍મેન્‍ટના તેજશ શીશાંગીયાના માર્ગદર્શન હેઠળ આશરે ૪૦ કલાકારો, કસબીઓ અને ગાયકવળંદ સનાતન સંસ્‍કળતિના વિવિધ રંગોની ભવ્‍ય પ્રસ્‍તુતિ કરશે.

 

(3:27 PM IST)