News of Monday, 21st September 2026
આજીડેમના કિનારે સફાઈ ઝુંબેશઃ આજીડેમ પીઆઇ એચ. એન. પટેલ અને ટીમ ઉત્કૃષ્ટ કાર્યમાં સામેલ
‘રાજ્યવ્યાપી સેવા સંકલ્પ અભિયાન'અંતર્ગત સોૈએ સાથે મળી કચરો દૂર કરી વિસ્તારને સ્વચ્છ-સુંદર બનાવ્યો બી.જી. ગારૈયા હોમિયોપેથી કોલેજ અને આજીડેમ પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત આયોજન

રાજકોટઃ ‘રાજ્યવ્યાપી સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આજે આજીડેમ કિનારે આવેલ મોગલ માતાના મંદિરની પાછળના વિસ્તારમાં એક વિશેષ અને પ્રેરણાદાયી સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સફાઈ ઝુંબેશમાં બી.જી. ગારૈયા હોમિયોપેથી કોલેજના પ્રોફેસરો તથા ઉત્સાહી વિદ્યાર્થીઓએ બોહળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ ઉપરાંત સામાજિક જવાબદારીના ભાગરૂપે ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની રાહબરીમાં આજીડેમ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ. એન. પટેલ તથા તેમની સમગ્ર પોલીસ ટીમના અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ ઉત્કળષ્ટ કાર્યમાં જોડાયા હતા. સૌએ સાથે મળીને મંદિરની પાછળના સમગ્ર પરિસરમાંથી કચરો દૂર કરી વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવ્યો હતો. પોલીસ પરિવાર અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરોના આ સંયુક્ત પ્રયાસને સ્થાનિક લોકો દ્વારા બિરદાવવામાં આવ્યો હતો અને સ્વચ્છતાનો એક સુંદર સંદેશ સમાજમાં પહોંચાડવામાં આવ્યો હતો.
(3:31 PM IST)










