<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

શુક્રવારથી ત્રણ દિ' ઓલ ઇન્‍ડિયા ઓપન રઘુવંશી પ્રીમિયર લીગ સિઝન-૩

રાજયભરમાંથી કુલ ૧૮ ટીમો ર૭૦ ખેલાડીઓ ભાગ લેશે, મુંબઇથી પણ ખેલાડીઓ આવશેઃ ચેમ્‍પિયનઃ રનર્સઅપ સહિતના ઇનામોઃ માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે આયોજન

રાજકોટઃ રમતગમત પ્રેમઓ અને ખાસ કરીને ક્રિકેટ રસિકો માટે ઓલ ઇન્‍ડિયા ઓપન રઘુવંશી પ્રીમિયરલીગ (આરપીએલ)-સિઝન-૩ પ્રેઝન્‍ટેડ ‘પ્રેસિફિક જવેલર્સ કપ'નું આયોજન આગામી તા. ર૭,ર૮ અને ર૯ (શુક્રવાર, શનિવાર અને રવિવાર) માધવરાવ સિધિયા ઇન્‍ટરનેશનલ ક્રિેકટ ગ્રાઉન્‍ડ ખાતે કરવામાં આવ્‍યું છે.

આ ટુનામેન્‍ટમાં કુલ ૧૮ ટીમો ભાગ લઇ રહી છે અને દરેક ટીમમાં ૧પ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્‍યો છે, જે મુજબ કુલ ર૭૦ જેટલા પ્રતિભાળી ખેલાડીઓ મેદાન પર પોતાની રમતનું ઉતકૃષ્‍ટ કૌશલ્‍ય બતાવશે. આ સ્‍પર્ધામાં માત્ર રાજકોટ સહિત સુરત, અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, કચ્‍છ, મોરબી, દ્વારકા, કેશોદ, ડીસા, હળવદ અને ટંકારા સહિત ૧૮ ટીમો ભાગ લઇ રહી છે. મુંબઇથી પણ ખેલાડીઓ રમવા આવ્‍યા છે. બહારગામથી આવતા તમામ ખેલાડીઓ માટે રહેવા તેમજ જમવાની વ્‍યવસ્‍થા આયોજકો દ્વારા કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે.  

ત્રણ દિવસ સુધી ચાલનાર આ ક્રિકેટ મહોત્‍સવમાં દરરોજ સાવરે ૭ વાગયાથી લઇને રાત્રે ૧ર સુધી રોમાંચક અને દિલધડક ક્રિકેટ મેચો રમાશે, મેમદાન પર રૂબરૂ મેચ નિહાળવા આવતા પ્રેક્ષકો માટે બેઠક સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. વિશાળ સ્‍ક્રીન પર પણ મેચનું જીવંત પ્રસારણ બતાવવામાં આવેશ. આ ઉપરાંત   દરરોજ કુલ ૧૦ મેચ અને સેમીફાઇનલ ફાઇનલ ૧ર એવરના રમાશે. ચેમ્‍પિયન, રનર્સઅપ સહિતના ઇનામો અપાશે.

આયોજનને સફળ બનાવવા ભવ્‍ય પાઉ, યશ ખખ્‍ખર, કાનાભાઇ છગ, આશિષ પુજારા, ધવલ ગણાત્રા, મોહિત ગણાત્રા અને લખ સોઢા સહિતના જહેમત ઉઠાવી રહયા છે.

આ અંગે વધુ માહિતી માટે યશ ખખ્‍ખરઃ ૮૨૩૮૧ ૮૬૩૩૭ નો સંપર્ક કરવો

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ઓલ ઇન્‍ડિયા ઓપન રઘુવંશી પ્રીમિયર લીગ સિઝન-૩ના આયોજકો સર્વશ્રી ભવ્‍ય પાઉ, યશ  ખખ્‍ખર, કાનાભાઇ છગ, આશિષ પુજારા, ધવલ ગણાત્રા, મોહિત ગણાત્રા અને લખન સોઢા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:41 PM IST)