તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd November 2026
પુસ્તક પરબનો ૬રમો મણકો સંપન્ન : વાંચનપ્રેમીઓએ ઉત્સાહભેર લાભ લીધો

રાજકોટ, તા. ૩ : દિકરાનું ઘર વૃદ્ધાશ્રમ પ્રેરિત સાહિત્યિક પ્રવૃતિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા વાંચન જાગૃતિ અભિયાન અંતર્ગત રસિકભાઇ મહેતા પુસ્તક પરબનો ૬રમો મણકો કાલાવડ રોડ પર આવેલ કોટેચા ગર્લ્સ સ્કુલમાં વાચકો, ભાવકો, સર્જકો તેમજ પ્રબુધ્ધ નાગરિકોના બહોળા સમુદાયની ઉપસ્થિતિમાં ખૂબ જ ઉમળકાભેર સંપન્ન થયેલ.
પુસ્તક પરબના ૬રમા મણકામાં ભાજપ અગ્રણી મનીષભાઇ રાડિયા, કવિ સંજુ વાળા, મહેન્દ્ર જોશી, નટવર આહલપરા, વસંત જોશી, હર્ષદ દવે, નરેશ સોલંકી, પરેશ વડગામા, આર.પી. જોશી, પરેશભાઇ દવે, નરેન્દ્રભાઇ આશર, વિનુભાઇ ઝગડા, સ્ટેટ બેન્ક પરિવારના શરદભાઇ દવે સહિતના સ્વજનો પુસ્તક પરબની મુલાકાતે પધારેલ અને પ્રવૃતિને બિરદાવેલ.
રાજકોટ નગરના પુસ્તકપ્રેમી, વાચકો, સાહિત્ય પ્રેમીઓ સૌ કોઇને દર મહિનાના પહેલા રવિવારે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધીમાં અનુકુળતાએ પધારવા લાગણીસભર નિમંત્રણ પાઠવાયું છે.
સમગ્ર પુસ્તક પરબના આયોજનની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી (મો. ૯૪ર૮ર૩૩૭૯૬), દિનેશભાઇ ગોવાણી, જનાર્દન આચાર્ય, સુધીર દત્તા, રમેશ શિશાંગિયા, નૈસધભાઇ વોરા, મહેશ પરમાર, અનિલ ધોળકીયા, મહેશ વ્યાસ, સંજય ગાંગાણી, દેવાંગ દેસાઇ સહિતના કાર્યકર્તાઓ કાર્યરત રહેલ.
(2:11 PM IST)










