<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

ખોખડદળ નદી પાસે વેલનાથપરામાં જૂગાર રમવા બેસેલા ૭ પકડાયા

આજીડેમ પોલીસનો દરોડોઃ ૧૦૫૧૦ની રોકડ કબ્‍જે

રાજકોટ તા. ૨૭: શહેરમાં જુગારના વધુ એક દરોડામાં ખોખડદળ નદી પાસે જડેશ્વર વેલનાથપરામાં જાહેરમાં સ્‍ટ્રીટ લાઈટના અજવાળે પત્તા ટીચી રહેલા ૭ લોકોને આજીડેમ પોલીસે ઝડપી લઇ ૧૦૫૧૦ની રોકડ કબ્‍જે કરી છે.

જાણવા મળ્‍યા મુજબ શહેરમાં દારૂ જુગારની બદી ડામવા આજીડેમ પોલીસ મથકનો સ્‍ટાફ પેટ્રોલીંગમાં હોઈ ત્‍યારે જડેશ્વર વેલનાથપરા રખાદાદાના મંદિર પાસે ભરતભાઈ મકવાણાના ઘર પાસે લાઈટના અજવાળે જુગાર રમતો હોવાની બાતમીના આધારે સ્‍ટાફે દરોડો પાડી જુગાર રમતાં મહિપત રમેશભાઈ સોલંકી , વિજય મનુભાઈ સોલંકી,  વિજય ગોવિંદભાઈ સોલંકી,  રાકેશ જીવરાજભાઈ સોલંકી, ભરત દેવરાજભાઈ સોલંકી, કલ્‍પેશ પ્રતાપભાઈ સાતડીયા અને લાખા ભૂપતભાઈ રાઠોડ (રહે. તમામ જડેશ્વર વેલનાથ પરા,ખોખડદળ નદીના પુલ પાસે રાજકોટ)ને ઝડપી લઇ રૂ.૧૦૫૧૦ની રોકડ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પીઆઈ એચ. એન. પટેલની રાહબરીમાં કોન્‍સ.મનીષભાઈ શીરોડીયા,વીરેન્‍દ્રસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા સહિતના સ્‍ટાફે કરી હતી.

(3:25 PM IST)