News of Thursday, 16th April 2026
ગોંડલના ગોમટા ગામે વાડીમાં રાજકોટના ૪ સહિત ૭ જુગાર રમતા પકડાયાઃ ૭.૬૬ લાખની રોકડ કબ્જે
રાજન કાથરોટીયા તેની વાડીની ઓરડીમાં જૂગાર રમાતો'તોઃ ગોંડલ તાલુકા પોલીસે દરોડો પાડી ૧૧.૭૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો

રાજકોટ તા. ૧૬ :.. ગોંડલના ગોમટા ગામની સીમમાં વાડીમાં તાલુકા પોલીસે રેઇડ કરી જૂગાર રમતા રાજકોટના ૪ સહિત ૭ શખ્સોને ૭.૬૬ લાખની રોકડ સહિત ૧૧.૭૧ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં. મળતી વિગતો મુજબ ગોમટા ગામનો રાજન પ્રવિણભાઇ કાથરોટીયા પોતાની કબ્જા ભોગવટાની વીડી વિસ્તારમાં આવેલ પોતાની માલીકીની ખેતીવાડીની જમીનની ઓરડીમાં જૂગાર રમાડતો હોવાની બાતમી મળતા તાલુકા પોલીસે રઇડ કરી જૂગાર રમતા વાડી માલીક (૧) રાજન પ્રવિણભાઇ કાથરોટીયા ઉ.૪૭ ધંધો ખેતી રહે. ગોમટા ગામ (ર) વિજય ભીખાભાઇ વોરા ધંધો વેપાર રહે. માલવીયાનગર ટાકાવાળી શેરી ગોંડલ મુળ રહે. દાળીયા ગામ તા. ગોંડલ (૪) જીજ્ઞેશ ચુનીભાઇ ખાચર ધંધો નોકરી રહે. અંબિકા ટાઉનશીપ, ઇસ્કોન ફલેટ નં. ૮૦૩ રાજકોટ મુળ રહે. પાટીદડ ગામ તા. ગોંડલ (પ) સંદિપ તળશીભાઇ ગમઢા ધંધો પ્રા. નોકરી, રહે. જયોતિનગર-૩, (૬) રાજેશ મુરલીધરભાઇ પનારા, ધંધો પ્રા.નોકરી, રહે. આસ્થા રેસીડેન્સી ૧પ૦ ફુટ રી઼ગ રોડ રાજકોટ તથા (૭) જનક વાસુદેવભાઇ મટકા ધંધો પ્રા. નોકરી, રહે. જીવરાજ પાર્ક, અકટોસા ઉત્સવ બિ.પ૦૪ રાજકોટને રોકડા રૂા. ૭,૬૬,૯૭૦ બે બાઇક, ૮ મોબાઇલ મળી કુલ ૧૧,૭૧,૯૭૦ ના પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(2:45 PM IST)










