તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
૭ વર્ષના ધ્રુવલને તબલા ઉપર સારી ફાવટ
કલાસીકલ અને લાઇવ મ્યુઝિકલ ઉપર પ્રભુત્વ : ગુરૂ ઝાકીરભાઇ પાસે તાલીમ લ્યે છે

રાજકોટ તા. ૨૦ : પ્લાસ્ટીકના વ્યવસાય સાથે સંકળાયેલા જયુભાઇ ચંદારાણાના ૭ વર્ષના પૂત્ર ધ્રુવલને આટલી નાની ઉંમરમાં તબલા ઉપર અપ્રતિમ પ્રેમ જાગ્યો છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ધ્રુવલના પિતા જયુભાઇ અને માતા હેતલબેને જણાવ્યુ હતુ કે ધ્રુવલને નાનપણથી વાદન કલા ઉપ ખુબર હાથ અજમાવવાનો શોખ હતો. તેના હાથ હંમેશા ગમે ત્યાં કઇ વગાડવા આકર્ષિત રહેતા. એટલે અમે તેને બાલભવનમાં તબલાની તાલીમ માટે મોકલ્યો. જયાં ગુરૂ જાકીરભાઇ હુશેન પાસે તે છેલ્લા ચાર પાંચ માસથી તાલીમ મેળવી રહ્યો છે.
આટલા ટુંકાગાળામાં જ તેણે તબલા ઉપર ખુબ સારી ફાવટ હાંસલ કરી લીધી છે.
કલાસીકલ અને લાઇવ મ્યુઝીકલમાં તબલાની ખુબ સારી સંગત કરી શકે છે. કોઇપણ હિન્દી સોંગ પર તે તબલા વગાડી શકે છે.
ધ્રુવલ હાલ માસુમ વિદ્યાલયમાં ધો.૧ માં અભ્યાસ કરે છે. અભ્યાસની સાથે સાથે તબલાનો શોખ પુરો કરવા ખુબ મહેનત કરી રહ્યો છે. વધુ માહિતી માટે જયુભાઇ ચંદરાણા (મો.૯૪૨૮૨ ૭૦૯૩૩)નો મારૂતીનગર, એરપોર્ટ રોડ, રેસકોર્ષ પાસે, ગીરીરાજ રેસીડેન્સી, રાજકોટ ખાતે રૂબરૂ સંપર્ક કરી શકાય છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતો ધ્રુવલ અને સાથે તેના માતા - પિતા જયુભાઇ તથા હેતલબેન તેમજ ગુરૂ ઝાકીરભાઇ કુરેશી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:52 PM IST)










