તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 4th June 2026
૧૫૦ રીંગ રોડ પર રિક્ષાએ બાઇકને ઉલાળતાં ૭૦ વર્ષના પ્રેમગર ગોસ્વામીનું મોતઃ પુત્ર અને પોત્રને ઇજા
ચિરોડાથી વૃધ્ધ રાજકોટ દિકરાના ઘરે પુનિતનગરમાં આવ્યા હતાં: મોબાઇલનું સીમ કાર્ડ લેવા નીકળ્યા ત્યારે રિક્ષાનો ચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી ગયો

રાજકોટ તા. ૪: શહરેના ૧૫૦ ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસ વાહન અકસ્માતના બનાવમાં એક વૃધ્ધનું મોત થયું છે. જ્યારે તેના પુત્ર અને પોૈત્રને ઇજા થઇ હતી. મૃત્યુ પામનાર વૃધ્ધ જામજોધપુરના સંઘ ચીરોડા ગામેથી રાજકોટ પુનિતનગરમાં દિકરાના ઘરે આવ્યા હતાં. અહિથી તેઓ દિકરા, પોૈત્ર સાથે બાઇકમાં બેસી મોબાઇલનું સીમકાર્ડ લેવા જઇ રહ્યા હતાં ત્યારે બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ સંઘચીરોડા ગામે રહેતાં અને મંદિરમાં સેવા પુજા કરતાં પ્રેમગર મહાદેવગર ગોસ્વામી (ઉ.વ.૭૦) બે દિવસ પહેલા પોતાના ગામથી રાજકોટ પુનિતનગરમાં રહેતાં પુત્ર મહેશગીરી ગોસ્વામીના ઘરે આવ્યા હતાં. અહિથી આજે તેઓ પુત્ર મહેશગીરીના બાઇક પાછળ બેસી મોબાઇલનું સીમકાર્ડ લેવા જઇ રહ્યા હતાં. સાથે પોૈત્ર પુર્વગીરી (ઉ.વ.૫) પણ હતો. બાઇક બાલાજી હોલ સામેના રોડ પાસે પહોંચ્યુ ત્યારે એક રિક્ષાનો ચાલકે બાઇકને ઉલાળી દીધુ હતું.
આ અકસ્માતમાં રામગર, પુત્ર મહેશગીરી અને પોૈત્રને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ રામગર ગોસ્વામીનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર રામગર ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં ત્રણ દિકરી અને ચાર દિકરા છે. પોતે ગામમાં રામેશ્વર મહાદેવ મંદિરમાં સેવાપુજા કરતાં હતાં. બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(3:34 PM IST)










