News of Wednesday, 15th April 2026
જીવરાજ પાર્કના ૭૧ વર્ષીય વૃધ્ધાએ એસીડ પી જીંદગી ટુંકાવી
મવડી પ્લોટના ૩૩ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઇ જીવ દીધો

રાજકોટ, તા., ૧પઃ મવડી પોલીસ હેડ કવાર્ટર નજીક જીવરાજ પાર્કમાં આવેલી વસંત વાટીકામાં રહેતા જમકુબેન મનસુખભાઇ મારવાણીયા (ઉ.વ.૭૧) એ કોઇ કારણોસર પોતાના ઘર નજીકના બગીચામાં જઇ બપોરે ૪ વાગ્યા આસપાસ એસીડ પી લેતા સિવિલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં સાંજે ૬ વાગ્યા આસપાસ તેમનું મૃત્યુ નિપજયું હતું. વૃધ્ધાને કયા કારણોસર આત્મઘાતી પગલુ ભરવુ પડયુ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આત્મહત્યાની બીજી ઘટનામાં મવડી વિસ્તારના રાણી ચોક, રોયલ પાર્ક, ૮૦ ફુટ રોડ ઉપર રહેતા ૩૩ વર્ષના જીજ્ઞેશભાઇ કાનજીભાઇ વરસાણીએ સાંજે સાતેક વાગ્યા આસપાસ પોતાના ઘેર ગળેફાંસો ખાઇ લેતા સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયાં રાત્રે ૯ાા વાગ્યા આસપાસ તેનું મૃત્યુ નિપજયું હતું
(2:45 PM IST)










