તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
બર્ગર કિંગ-ક્રિસ્ટલ મોલ ખાતેથી એકસપાયર દુધના ૭૨ ટેટ્રા પેક મળ્યાઃ વાસી બેવરેજીસ ધાબડતાઃ દંડ
મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગઃ ૪ને લાઇસન્સ અંગે સૂચના બીગબઝાર પાસેના પાંડેજી પાર્સલમાંથી પણ ૩ કિલો અખાદ્ય બ્રેડનો જથ્થો પકડાયોઃ ફુડ શાખાની કાર્યવાહી

રાજકોટ તા.૮: શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થ ઉત્પાદકો- વિક્રેતાઓને ત્યાં ફુડ શાખા દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહયુ છે, ત્યારે ક્રિસ્ટલ મોલ ખાતેથી દુધના એક લીટરના ૭૨ ટેટ્રા પેકનો નાશ કરી પેઢીને ૧૦ હજારનો દંડ કરાયો હતો. ઉપરાંત બટર, ગાર્લીક સોસ, ચીઝ સહિતના પ નમુના લેવામાં આવ્યા હતા.
મનપાની સતાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન યુનિટ નં.૨/એ/૧, ક્રિસ્ટલ મોલ, ગ્રા.ફ્લો., રાણી ટાવરની સામે, કલાવાડ રોડ, રાજકોટ મુકામે આવેલ ‘‘બર્ગર કિંગ -રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયા લિમિટેડ''પેઢીની તપાસ કરતા સ્થળ પર બેવરેજીસ/કોફી બનાવવા માટે સંગ્રહ કરેલ "SHRIEBER DYNAMIX" BRAND TONED MILK ના TETRA PACK માંથી વાપરતા હોવાનું માલૂમ પડેલ. બાદમાં સ્ટોરેજ તપાસતા સદર બ્રાન્ડના એક લિટરના કુલ ૭૨ TETRA PACK કે જે પાંચ માસથી એક માસ પહેલા એક્સપાયરી થયેલ જોવા મળેલ.
આ એક્સપાયરી થયેલ TETRA PACK TONED MILK નો કુલ ૭૨ લિટર અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. વિશેષમાં સદર ખાદ્યચીજનો નમૂનો લેવામાં આવેલ તથા પેઢી પાસેથી વહીવટી ચાર્જ રૂ.૧૦,૦૦૦- વસૂલવામાં આવેલ.
ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન બિગ બઝારની બાજુમાં, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ મુકામે આવેલ ‘‘પાંડેજી પાર્સલ''પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ ૩ કિલો બ્રેડનો જથ્થો એક્સપાયરી થયેલ જોવા મળતા સદર એક્સપાયરી થયેલ જથ્થો સ્થળ પર નાશ કરેલ.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના નાના મવા મેઇન રોડ, ચંદ્ર પાર્ક મેઇન રોડ તથા મવડી ચોકડી વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૧ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૪ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૧૭ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. જેમાં વ્રજલીલા રેસ્ટોરન્ટ, શિવ રેસ્ટોરન્ટ, પાંડેજી પાર્સલ, ઉમિયાજી ડાઈનિંગ હોલને-લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આવેલ.
બટર-ચીઝ સહિત પ નમુના લેવાયા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ કુલ ૫ નમૂના લેવામાં આવેલ. જેમાં બટર(લૂઝ) શિવ ઢોસા પોઈન્ટ ્રૂ પાઉંભાજી, અક્ષરમાર્ગ, સતનામ હોસ્પિટલની સામે, ઇન્દ્રપ્રસ્થ નગર, રાજકોટ. હોટ ગાર્લિક સોસ (પ્રિપેર્ડ લૂઝ)-એસ્ટ્રોન ફૂડઁસ-Wok on fire, "કુબેર કષ્ટભંજનૅ કોમ્પ્લેક્સ, ગ્રા.ફ્લોર, ગિરિરાજ હોસ્પિટલ પાસે, ૧૫૦ રિંગ રોડ, રાજકોટ.
ઉપરાંત ચીઝ (લૂઝ) -G.J-5 સેન્ડવિચ & પિઝા -બીટ & બાઇટ, કિંગ્સ ક્રાફ્ટની સામે, મોટામવા, કાલાવડ રોડ, બટર (લૂઝ) કસ્તુરી ફૂડસ, મોટામવા, કિંગ્સ ક્રાફ્ટની સામે, કાલાવડ રોડ તથા SHRIEBER DYNAMIX" BRAND TONED MILK (FROM 1 LTR. TETRA PACK) બર્ગર કિંગ- રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયા લિમિટેડૅ, યુનિટ નં.૨/એ/૧, ક્રિસ્ટલ મોલ, ગ્રા.ફ્લો., રાણી ટાવરની સામે, કાલાવાડ રોડ ખાતે નમુના પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા
(3:19 PM IST)










