<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

રેલનગરની અમૃત હેરીટેજ વિલામાં ૭૨ વર્ષના ધરમશીભાઇ અમીપરાનો આપઘાત

બીમારીઓથી કંટાળી પંખામાં મફલર બાંધી દેહ લટકાવી દીધો

રાજકોટ તા. ૧૦: શહેરના રેલનગરમાં રહેતાં વૃધ્‍ધે બિમારીથી કંટાળી જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇગયો છે.

જાણવા મળ્‍યા મુજબ રેલનગરમાં અમૃત હેરીટેજ વીલા બ્‍લોક નં. ૭૩ ખાતે રહેતાં ધરમશીભાઇ કેશાભાઇ અમીપરા (ઉ.વ.૭૨) નામના વૃધ્‍ધે રાતે ઘરના હોલમાં પંખામાં મફલર બાંધી ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ બોલાવાઇ હતી. પરંતુ તેના તબિબે  તેમને મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

આપઘાત કરી લેનારા ધરમશીભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં અને નિવૃત જીવન જીવતા હતાં. તેમને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. પગના દુઃખાવાથી તેમજ ડાયાબીટીશ સહિતની બિમારીથી કંટાળી જઇ પગલુ ભર્યાનું સગાએ પોલીસની પ્રાથમિક પુછતાછમાં જણાવ્‍યું હતું. મોભીના મૃત્‍યુથી અમીપરા પરિવારમાં શોક છવાઇ ગયો છે.

(1:29 PM IST)