<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

રાજકોટના હર્ષદિપ આચાર્ય સહિત ૮ ડે. કલેકટરોની બદલી

આચાર્યને જામનગર મુકયા : મોરબી ડીએસઓ ગોહિલ હવે ડે. કલેકટર બન્‍યા

રાજકોટ, તા. ર૬ :  રાજયના મહેસુલ વિભાગે ગત મોડી સાંજે ૮ ડે. કલેકટરોની બદલીના ઓર્ડરો કર્યા છે. જેમાં રાજકોટના હર્ષદિપ આચાર્ય કે જેઓ સ્‍ટેમ્‍પ ડયુટીમાં હતા, તેમની બદલી કરી જામનગર પ્રાંત તરીકે નિમણુંક અપાઇ છે.આ ઉપરાંત મોરબીના જિલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહીલને મોરબીમાં જે ડે. કલેકટર-ર, તરીકે નિમણુંક અપાઇ છે.  આ ઉપરાંત સર્વશ્રી વંદના પરમાર-ગાંધીનગર, હીરલબેન ભાલાળા-વડોદરા, એચ.એન. રાવલ-મહેસાણા, નીલાક્ષ મકવાણા-છોટા ઉદેપુર, મૃણાલદેવી ગોહીલ-ગાંધીનગર મુકવામાં આવ્‍યા છે. આ ઉપરાંત સુધીરભાઇ બારડને જામનગરથી ગીર સોમનાથ ટ્રાન્‍સફર કરાઇ છે.

(12:00 PM IST)