<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

કોમન પ્‍લોટમાં આંગણવાડી બનાવવા માટે વૃક્ષો કાપવાની ના પાડતાં ડખ્‍ખોઃ ૮ શખ્‍સોની ધમાલ

રામવન પાસે રામપાર્કમાં બનાવઃ વૃક્ષો કાપીને જ આંગણવાડી બનાવશે થાય તે કરી લેજો કહી ધમકી : કુલદીપભાઇ કરમટાની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ટોળકી રચી ધમકી આપવા અંગે કાળુભાઇ હેરભા, રણજીતભાઇ ચાવડા, બલી જંગવડ, સાગર જળુ, ભુપત ચાવડા, સુનિલ ખુંગલા, તુષાર મેતા સામે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૨: આજીડેમ નજીક રામવન પાસે રામપાર્ક સોસાયટીમાં કોમન પ્‍લોટમાં આંગણવાડી બનાવવાના મુદ્દે વિવાદ સર્જાયો છે. આંગણવાડી બનાવવા માટે સોસાયટીના કોમન પ્‍લોટમાં રહેલા ઝાડ, છોડવા કાપવાના મુદ્દે સોસાયટીના કેટલાક રહેવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્‍યો હતો. આ દરમિયાન બોલાચાલી, ઝઘડો કરી ધમકી આપી સોસાયટીના રહેવાસીઓને હેરાન-પરેશાન કર્યાના આક્ષેપો સાથે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે રામપાર્ક સોસાયટી (મુકેશ પાર્ક)માં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં કુલદીપભાઇ લાખાભાઇ કરમટા (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી રામપાર્ક તથા રાધાકૃષ્‍ણ સોસાયટીમાં રહેતાં કાળુભાઇ હેરભા, રણજીતભાઇ ચાવડા, બલી જંગવડ, સાગર જળુ, ભૂપત ચાવડા, સુનિલ ખુંગલા અને તુષાર મેતા વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાયો છે.

ફરિયાદ મુજબ રામપાર્ક સોસાયટીના કોમન પ્‍લોટમાં છેલ્લા કેટલાક સમયથી આંગણવાડી બનાવવાની ચર્ચા ચાલી રહી હતી. સોસાયટીના કેટલાક રહેવાસીઓ આંગણવાડી બનાવવા માટે સહમત હતા, પરંતુ તેમની શરત હતી કે કોમન પ્‍લોટમાં આવેલા ઝાડવા અને વળક્ષો કાપ્‍યા વિના ખુલ્લી જગ્‍યામાં આંગણવાડી બનાવવામાં આવે. વળક્ષો કાપીને બાંધકામ કરવામાં આવે તો સોસાયટીના રહેવાસીઓ મંજૂરી નહીં આપે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

આંગણવાડી બનાવવાના મુદ્દે સોસાયટીના રહેવાસીઓ સાથે નિલેશભાઈ હેરમા અને કાળુભાઈ હેરમા સહિતના લોકોની બેઠક યોજાઈ હતી. ફરિયાદીનું કહેવું છે કે આ બેઠક દરમિયાન પણ વળક્ષો કાપ્‍યા વિના આંગણવાડી બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. જો કે કાળુભાઈ હેરમા દ્વારા વળક્ષો કાપીને જ આંગણવાડી બનાવવામાં આવશે તેમ જણાવાતા સોસાયટીના કેટલાક રહેવાસીઓએ તેનો વિરોધ કર્યો હતો.

ત્‍યારબાદ થોડા દિવસ અગાઉ રાત્રિના સમયે સોસાયટીના રહેવાસીઓ રામેશ્વર મંદિર ખાતે એકત્ર થયા હતા અને આંગણવાડીના મુદ્દે ચર્ચા કરી હતી. જેમાં કોમન પ્‍લોટમાં રહેલા વળક્ષોને નુકસાન પહોંચાડ્‍યા વિના ખુલ્લી જગ્‍યામાં આંગણવાડી બનાવવાનો પ્રસ્‍તાવ મુકાયો હતો. ફરિયાદ મુજબ, આ દરમિયાન સોસાયટીમાં રહેતા રણજીતભાઈ ચાવડાએ વળક્ષો કાપીને જ આંગણવાડી બનાવવાની વાત કરતા અન્‍ય રહેવાસીઓ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો.

ફરિયાદમાં વધુમાં જણાવ્‍યા મુજબ ત્‍યારબાદ રાતે આશરે દસેક વાગ્‍યાના અરસામાં નજીકની રાધાકળષ્‍ણ સોસાયટીમાં રહેતા બલી જંગવડ અને સાગર જળુ તેમજ રામપાર્ક સોસાયટીમાં રહેતા ભુપત ચાવડા, સુનીલ ખુંગલા અને અન્‍ય અજાણ્‍યા લોકોનું ટોળું સોસાયટીમાં આવ્‍યું હતું. આ લોકો સોસાયટીમાં રહેતા લાખાભાઈ ભરવાડના ઘરે ગયા હોવાનું અને ત્‍યાં હાજર મહિલાઓ સાથે બોલાચાલી કરી અપશબ્‍દો બોલ્‍યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્‍યો છે. વધુમાં, પરિવાર દ્વારા અગાઉ કરવામાં આવેલી અરજી પરત ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવ્‍યું અને અરજી પરત નહીં ખેંચવામાં આવે તો માર મારવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

ફરિયાદી કુલદિપભાઇ કરમટાના જણાવ્‍યા મુજબ ત્‍યારબાદ આ જ લોકો તેમના ઘરે પણ આવ્‍યા હતા અને કોમન પ્‍લોટમાં વળક્ષો કાપીને જ આંગણવાડી બનાવવામાં આવશે તેમજ તમારાથી થાય તે કરી લેજો તેમ કહી ધાકધમકી આપી હતી. આ ઘટનાને પગલે સોસાયટીના રહેવાસીઓમાં ભયનો માહોલ ઊભો થયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે. આ ઉપરાંત રાત્રિના આશરે ૧૧ વાગ્‍યાના સમયે સોસાયટીમાં રહેતા તુષાર મહેતા નામના વ્‍યક્‍તિએ પોતાની ક્રેટા કાર સોસાયટીના મુખ્‍ય રસ્‍તા પર આડી મુકીને સોસાયટીના રહેવાસીઓને હેરાન-પરેશાન કર્યા હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્‍યો છે.

સમગ્ર ઘટનાને પગલે ફરિયાદી સહિત સોસાયટીના કેટલાક રહેવાસીઓ પોલીસ સ્‍ટેશન ખાતે રૂબરૂ પહોંચ્‍યા હતા. ફરિયાદમાં કાળુભાઈ હેરમા, રણજીતભાઈ ચાવડા, બલી જંગવડ, સાગર જળુ, ભુપત ચાવડા, સુનીલ ખુંગલા અને તુષાર મહેતા સહિત સાત વ્‍યક્‍તિઓ સામે આંગણવાડીના મુદ્દે વિવાદ, બોલાચાલી, ધમકી અને સોસાયટીમાં ભયનો માહોલ ઊભો કરવાના આક્ષેપો કરવામાં આવ્‍યા છે. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્‍સ. એ. એચ. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:45 PM IST)