તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 28th July 2026
સ્વીન સ્ટા પ્રા. લી.માંથી ૮૦૦ કિલો ગંધાતો-જીવાતવાળો અખાદ્ય ખોરાકનો નાશ
શહેરના કસ્તુરબા રોડ ખાતે મનપાનો દરોડોઃ વિવિધ વિસ્તારોમાંથી ૧રર૬ કિલો વાસી જથ્થો પકડાયોઃ ખાણી-પીણીની ૪ પેઢી સીલ ધોષ બંગાલ સ્વીટસ, વિહાન નમકીન, નેશનલ ચાઇનીઝ, ઘનશ્યામ ચાઇનીઝ પંજાબીના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાઃ ફૂડ શાખાની કડક કાર્યવાહી ખાદ્ય પદાર્થ પેક કરવા છાપેલ પસ્તીનો પણ થતો વ્યાપક ઉપયોગઃ દંડની વસુલાત

રાજકોટ, તા.૨૮: મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૫૩ પેઢી, રેસ્ટોરન્ટ ની તપાસ કરી કુલ ૧૨૨૬ કિલો અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ ૨૫ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી કૂલ રૂ.૪૨,૦૦૦/ નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ તેમજ ૦૪ પેઢીને સીલ કરવામાં આવેલ.
મનપાની સત્તાવાર યાદી મુજબ કિશોરસિંહજી સ્કૂલ પાછળ મામા સાહેબના મંદિર સામે, કોઠારીયા નાકા, પેલેસ રોડ, મુકામે આવેલ ‘ઘોષ બંગાલ સ્વીટ્સ' પેઢીને સીલ કરવામાં આવેલ. પેઢીની તપાસ કરતા વાસી કાચા સમોસા, અલગ અલગ -કારની મીઠાઈઓ ફ્રિજમાં પડેલ પડતર દુર્ગંધ યુક્ત છેના અને મીઠાઈ , સમોસા માટેનો વાસી બાંધેલો લોટ, વાસી સડેલા બટેટા તથા શાકભાજી કુલ મળીને અંદાજિત ૧૪૬ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી રૂ.૫૦૦૦/ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ તેમજ પેઢીને હાયજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ ન હોવા બાબતે નોટિસ આપેલ.
નૂતન આદિવાસી ઇન્ડસ્ટ્રીયલ એરીયા, શેરી નંબર ૪, મવડી ગામ પાસે, મુકામે આવેલ ‘વિહાન નમકીન' પેઢીને સીલ કરવામાં આવેલ. પેઢીની તપાસ કરતા જીવાત જોવા મળેલ તેમજ વાસી, ખુલ્લો અખાધ્ય -ફરસાણ તથા ફરસાણ માટેનો બાંધેલો લોટ વગેરે કુલ મળીને અંદાજિત ૨૧૫ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી રૂ.૫૦૦૦/નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ તેમજ પેઢીને હાયજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ ન હોવા બાબતે નોટિસ આપેલ.
યુનિવર્સિટી રોડ, ભગતસિંહજી ગાર્ડન સામે, મુકામે આવેલ ‘નેશનલ ચાઇનીઝ' પેઢીને સીલ કરવામાં આવેલ. પેઢીની તપાસ કરતાં ફ્રીજમાં, સ્ટોરેજમાં, પ્રિપરેશનમાં દરેક જગ્યાએ પુષ્કળ ગંદકી જોવા મળેલ. ગ્રેવી, નૂડલ્સ, બાફેલા શાકભાજી, રાંધેલ ખોરાક, વાસી, પડતર, અખાદ્ય જણાતા કુલ મળીને અંદાજિત ૩૩ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી કરી રૂ.૫૦૦૦/નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ તેમજ પેઢીને હાયજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ ન હોવા બાબતે નોટિસ આપેલ.
રોલેક્સ રોડ, પવિત્રા હાઇટ્સ, કોઠારીયા, મુકામે આવેલ ‘ઘનશ્યામ ચાઈનીઝ પંજાબી' પેઢીને સીલ કરવામાં આવેલ. પેઢીની તપાસ કરતા સંગ્રહ કરેલ વાસી પ્રિપેર્ડ ફૂડ કુલ મળીને અંદાજિત ૧૬ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી રૂ.૫૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ તેમજ પેઢીને હાયજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ ન હોવા બાબતે નોટિસ આપેલ.
તેમજ S.S. ANEX બિલ્ડીંગ, G.F. શોપ નં.-૧, કસ્તુરબા રોડ, શારદા બાગ પાસે, રાજકોટ મુકામે આવેલ SWINSTA ENT PRIVATE LIMITED પેઢીની તપાસ કરતા પેઢીમાં ઓનલાઈન ઓર્ડર માટે સંગ્રહ કરેલ શાકભાજી, ફળ,વગેરે જેવી પેરિશેબલ ખાદ્યચીજો ના પેકિંગ પર યુઝ બાય ડેટ જોવા મળેલ નહીં તેમજ સ્થળ પર એક્સપાયરી ડેટ વીતેલ સિરિયલ -ોડક્ટ-આટા, પેક્ડ દૂધ, ટેટ્રાપેક, ઈંડા વગેરે નો સંગ્રહ કરેલ જોવા મળેલ તેમજ પેઢીના કોલ્ડ રૂમ અને ફ્રીઝ તપાસતા જીવાત, ગંદકી તેમજ દુર્ગંધ યુક્ત વાતાવરણમાં ખાદ્યચીજોનો સંગ્રહ કરેલ જોવા મળેલ. સદરહુ સ્થળ પરથી અનહાઈજેનિક રીતે સ્ટોરેજ કરેલ ઉપરોક્ત અખાદ્ય તેમજ એક્સપાયરી થયેલ અંદાજિત કુલ ૮૦૦ કિલો જથ્થાનો SWM વાહન દ્વારા સ્થળ પર નાશ કરી રૂ.૧૦,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ તેમજ પેઢીને સેડ્યુલ -૪ મુજબ હાયજેનિક કન્ડિશન જાળવવા, સ્ટોરેજ પ્લેસની સફાઈ, પેસ્ટ કંટ્રોલ કરાવવા, FIFO પધ્ધતી મુજબ યોગ્ય સ્ટોરેજ વ્યવસ્થા જાળવવા, પેરિશેબલ ખાદ્યચીજ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ આપેલ.
ઉપરાંત જયેશભાઈ ચંદુભાઈ વાડોરિયાઃ રૈયાધાર રોડ, પેઢી માંથી ૫ કિલો વાસી ફરસાણ નો નાશ કરી રૂ.૫૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
શ્રીનાથજી ફરસાણઃ રૈયાધાર રોડ પેઢી માંથી ૪ કિલો વાસી ફરસાણ નાશ નો નાશ કરી રૂ.૫૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરેલ તેમજ પિં્રટેડ પસ્તી ના ઉપયોગ બાબતે નોટિસ આપેલ.
નારાયણભાઈ ભેળવાળાઃ યુનિવર્સિટી રોડ, પેઢીમાંથી ૭ કિલો વાસી ચટણી તથા છાપેલ પસ્તીનો નાશ કરી રૂ.૫૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
ઋતુરંગ સ્ટોરઃ કોઠારીયા નાકા, કિશોરસિંહજી સ્કૂલ પાછળ, પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
જલારામ ટ્રેડિંગઃ કોઠારીયા નાકા, કિશોરસિંહજી સ્કૂલ પાસે, પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
સંજય જનરલ સ્ટોર્સઃગોકુલધામ મેઇન રોડ, પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
ગોપી સેલ્સ એજન્સીઃગોકુલધામ મેઇન રોડ, પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
ઉમિયા સેલ્સ એજન્સીઃ ગોકુલધામ મેઇન રોડ, પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
શ્રી હરિ મિલ્ક એન્ડ જનરલ સ્ટોરઃ ગોકુલધામ મેઇન રોડ, પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
શ્રીનાથજી જનરલ સ્ટોર્સઃ ગોકુલધામ મેઇન રોડ, પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોર્સઃગોકુલધામ મેઇન રોડ, પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
રાજલક્ષ્મી ઓઇલ ડેપોઃ ગોકુલધામ મેઇન રોડ, પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
રામેશ્વર નાસ્તા ગળહઃ ગોકુલધામ મેઇન રોડ, પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
નેપાળી નાસ્તા ગળહ, ભીમનગર ચોક, નાનામવા રોડ ના છેડે, પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
પટેલ ગાંઠીયાઃ જે.કે. ચોક પાસે, ઉમાસદન રોડ, પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
શ્રીજી અમુલ પાર્લરઃ જે.કે. ચોક પાસે, ઉમાસદન રોડ, પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
ગોકુલ નમકીનઃ જે.કે. ચોક પાસે, ઉમાસદન રોડ, પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
મોમાઈ ગાંઠિયા જલેબીઃ રૈયાધાર રોડ, પેઢીને છાપેલ પસ્તીના ઉપયોગ અંગે નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
જાનકી પ્રોવિઝન સ્ટોરઃ ગોકુલધામ મેઇન રોડ, પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
વિજય નાસ્તા ગળહઃ રૈયાધાર રોડ, પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
ખોડીયાર ટી સ્ટોલઃ રૈયાધાર રોડ, પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
માં ફરસાણઃ રૈયા રોડ, પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
કેવલો પોતેઃ જે. કે. ચોક, યુનિવર્સિટી રોડ, પેઢી પાસેથી રૂ.૫૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
(4:17 PM IST)










