<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

ઉદયનગરમાં ઘરમાં પડી જતાં ૮૫ વર્ષના વલ્લભભાઇ લાઠીયાનું મૃત્‍યુ

મોરબી રોડ આરડી રેસીડેન્‍સીમાં મ્‍યુ. કોર્પોરેશનના કર્મચારી જયેન્‍દ્રભાઇ બોખાણીનું બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુઃ બંનેના પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૨૭: ઉદયનગરમાં રહેતાં વૃધ્‍ધ ઘરમાં પડી જતાં ઇજા થતાં સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું. બીજા બનાવમાં મ્‍યુ. કોર્પોરેશનના કર્મચારીનું ઘરે બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ મવડી પ્‍લોટ ઉદયનગર-૧૫માં રહેતાં  વલ્લભભાઇ કાનજીભાઇ લાઠીયા (ઉ.વ.૮૫) ૨૪મીએ સવારે નવેક વાગ્‍યે ઘરે ચાલતી વખતે પડી જતાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ગત મોડી રાતે તેમનું મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી. મોભીના મૃત્‍યુથી લાઠીયા પરિવારમાં શોક વ્‍યાપી ગયો હતો. 

બીજા બનાવમાં મોરબી રોડ ઓમ પાર્ક મેઇન રોડ આરડી રેસીડેન્‍સી-૨ ખાતે રહેતાં અને મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં પ્‍યુન તરીકે ફરજ બજાવતાં જયેન્‍દ્રભાઇ ગોવિંદભાઇ બોખાણી (ઉ.વ.૫૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ એક બહેનથી મોટા હતાં. સંતાનમાં બે દિકરા છે. કેટલાક સમયથી પોતે બિમાર રહેતાં હતાં. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી મૃત્‍યુનું કારણ જાણવા પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

(2:43 PM IST)