News of Friday, 27th November 2026
ભકિતનગર રેલ્વે સ્ટેશન પાસે જુગાર રમત ૩ મહિલા સહિત ૯ ઝડપાયા
રેલ્વે પીઆઇ એચ.એમ. રાણા, પીએસઆઇ બી.જે. જાડેજા, કે.યુ.વાળા અને ટીમ દ્વારા કામગીરી

રાજકોટ, તા.૨૭: શહેરમાં ભકિતનગર રેલવે સ્ટેશન પાસે જુગારધામ પર રેલવે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતી ત્રણ મહિલાઓ સહિત ૯ પત્તાપ્રેમીને ઝડપી રૂા. ૩૦ હજારની રોકડ કબ્જે કરી હતી.
જાણવા મળ્યા મુજબ, ભકિતનગર રેલવે પાસે દરોડો પાડી રેલવે પોલીસે જાહેરમાં જુગાર રમતા ભરત રાજુભાઇ સોલંકી ઉ.વ.૩૦ રહે.રણુજા ગધીવાડ શેરી નં.૨,કિશોર માવજીભાઇ સરવૈયા ઉ.વ. ૩૩ રહે-ઢેબર કોલોની કવાર્ટર નં.૧૦૦ પી.ડી. માલવીયા ફાટક પાસે, સાહિલ સંજયભાઇ સોલંકી ઉ.વ.૨૭ રહે-લોહનગર જીમીટાવર પાસે શેરી નં.૫ , મુકતાબેન હસમુખભાઇ વેકરીયા ઉ.વ.૫૫ હાલ રહે-પ્રમુખ દવાખાનાની સામે પટેલ ચોક શેરી નં.૨ રાજકોટ મુળ.ધમલપર સાત હનુમાન પાછળ, શોમરાજ અરવિંદભાઇ હેરમા ઉ.વ.ઉ.વ.૪૫ રહે-રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપ કવાર્ટર, હરશ દોલતભાઇ યોગી ઉ.વ.૫૪ રહે. નવલનગર ૧૮/૩ વાછળાદાદ વાળી શેરી, નં.૭ નશીમબેન મહેબુબભાઇ પીંજારા રહે. રાજકોટ મયુરભાઇ ભરતભાઇ કુકાવાડા ઉ.વ.૩૦ રહે-લોહાનગર્ ગોંડલ રોડ જૈનચાલી પાછળ, રામાપીર મંદિર પાસે શેરી નં.૨ને જયશ્રીબેન મહેશભાઇ પટેલ ઉ.વ.૪૨ રહે-કુબલીયા પરા શેરી નં.૫ નવા થોરાળા મેઇન રોડને પકડી લઇ રૂા. ૩૦,૦૮૦ની રોકડ કબ્જે કરી હતી.
આ કામગીરી રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એચ.એમ. રાણા સર્વેલન્સ સ્કોડના ઇન્ચાર્જ પો. સબ. ઇન્સ. બી.જે. જાડેજા તથા પો. સબ. ઇન્સ. કે.યુ. ગવાળા તથા સર્વેલન્સ ટીમે કરી હતી.
(2:58 PM IST)










