તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
રાજકોટના સૌથી ધનવાન ૯ લોકો પાસે છે ૧૦૦૦ કરોડથી વધુની સંપત્તિ
ક્રિસિલ ઈન્ટેલિજન્સની સાથે ૩૬૦ ONE વેલ્ટ ક્રિએટર્સ લિસ્ટ ૨૦૨૬ રિપોર્ટ તૈયાર કર્યો છે, આ લિસ્ટમાં રાજકોટના કુલ ૯ એવા ધનવાનો સામેલ છે જેની સંપત્તિ ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુ છે : જ્યારે ૪ લોકોને ઈમર્જિંગ વેલ્થ ક્રિએટર્સના લિસ્ટમાં સ્થાન મળ્યું જેમની સંપત્તિ ૪૨૫ કરોડથી વધુ પરંતુ ૧૦૦૦ કરોડથી ઓછી છે

નવી દિલ્હી તા.૩: ગુજરાતમાં કરોડપતિઓની સંખ્યા સતત વધી રહી છે. તાજેતરમાં One 360 દેશના ટોપ વેલ્થ ક્રિએટર્સનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતના અનેક ઉદ્યોગપતિઓ સામેલ છે. લિસ્ટમાં રાજકોટમાં કુલ ૯ વ્યક્તિઓ એવા છે, જેની કુલ સંપત્તિ ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુ છે. જ્યારે ચાર લોકો એવા છે જેની સંપત્તિ ૧૦૦૦ કરોડ રૂપિયાથી ઓછી છે.
રાજકોટમાં ૯ લોકો પાસે હજારો-કરોડોની સંપત્તિ
રાજકોટમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું શહેર અને ઉદ્યોગોનું હબ ગણાય છે. રાજકોટમાં અનેક ધનવાનો રહે છે. પરંતુ ONE ૩૬૦ ના વેલ્થ રિપોર્ટમાં ૯ લોકો એવા છે, જેની સંપત્તિ ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુની છે. જ્યારે ચાર લોકોની સંપત્તિ ૪૦૦ કરોડથી વધુ પરંતુ ૧૦૦૦ હજાર કરોડથી ઓછી છે.
રાજકોટમાં ૧૦૦૦ કરોડથી વધુની સંપત્તિ ધરાવતા વ્યક્તિઓ
રાજકોટના સૌથી ધનવાન વ્યક્તિની વાત કરવામાં આવે તો જ્યોતિ CNG ના માલિક પરાક્રમસિંહ ઘનશ્યામસિહ જાડેજા છે. તેમની કુલ સંપત્તિ ૬૬૫૩ કરોડ રૂપિયા છે. જ્યારે બીજા સ્થાને વિનિત બેડિયા છે, જેની કુલ સંપત્તિ ૨૮૪૨ કરોડ રૂપિયા છે. મનસુખ સાવલિયા ૨૪૨૭ કરોડની સંપત્તિ સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાને ઉદયકુમાર અરૂણકુમાર પારેખ છે, જેની કુલ સંપત્તિ ૨૩૮૮ કરોડ રૂપિયા છે. જ્યારે અનિલકુમાર વિરાણી ૨૩૭૨ કરોડની સંપત્તિ સાથે લિસ્ટમાં પાંચમાં સ્થાને છે.
૪૦૦ કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ચાર લોકો
ONE ૩૬૦ વેલ્થ રિપોર્ટમાં ઈમર્જિંગ વેલ્થ ક્રિએટર્સના પણ નામ સામેલ છે. રાજકોટમાં ચાર એવા લોકો છે, જેમની સંપત્તિ ૪૨૫ કરોડથી વધુ પરંતુ ૧૦૦૦ કરોડ રૂપિયાથી ઓછી છે. આવા લોકોને ઈમર્જિગ વેલ્થ ક્રિએટર્સના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં ઓનિક્સ રિન્યુએબલના કુરજીભાઈ રૂપારેલિયા સામેલ છે, જેમની સંપત્તિ ૭૫૦ કરોડ રૂપિયા છે. આ સિવાય ગોપાલ સ્નેક્સના દક્ષાબેન હડવાણી છે, જેમની સંપત્તિ ૫૬૯ કરોડ રૂપિયા છે.
રાજકોટના ઈમર્જિગ વેલ્થ ક્રિએટર
કુરજીભાઈ રૂપારેલિયા- ૭૫૦ કરોડ
દક્ષાબેન હદવાણી- ૫૬૯ કરોડ
ચિરાગ મનસુખભાઈ પટેલ- ૫૫૬ કરોડ
સહદેવસિંહ જાડેજા- ૪૮૩ કરોડ.

(3:08 PM IST)










