<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

જિલ્લા પંચાયત હસ્‍તકની ૮૪૬ પ્રાથમિક શાળાઓમાં ૯૦ હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા

શિક્ષણાધિકારી દિક્ષિત પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન

રાજકોટ, તા., ર૩:  જિલ્લા પંચાયત હસ્‍તકની પ્રાથમિક શાળાઓમાં રાજય સરકારના નીતિ નિયમો મુજબ સત્રાંત પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. દિવાળીના તહેવારો પુર્વે પરીક્ષાની મોસમ જામી છે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રાથમીક શિક્ષણાધિકારી શ્રી દિક્ષિત પટેલના માર્ગદર્શન હેઠળ પરીક્ષાનું વ્‍યવસ્‍થા તંત્ર ગોઠવાયું છે.

ધો.૧ અને ર માં પરીક્ષા લેવામાં આવતી નથી. ધો.૩ થી પ માં ૪ વિષયોની અને ધો.૬ થી ૮ માં ૭ વિષયોની પરીક્ષા લેવામાં આવે છે. જિલ્લા પંચાયત હસ્‍તકની ૮૪૬ શાળાઓમાં ૯૦ હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા ગઇકાલથી શરૂ થઇ છે. તા.ર૯ ઓકટોબર સુધી પરીક્ષા ચાલશે. તા.પ નવેમ્‍બરથી દિવાળી વેકેશનનો પ્રારંભ થશે.

(11:08 AM IST)