તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
શાપરના પારડી ગામમાં અગાસીએ સુવા જતી વખતે પગ લપસતાં ૨૨ વર્ષના યુવાનનું મોત
મુળ છોટાઉદેપુરનો યુવાન બહેન-બનેવીના ઘરે રહી પેકેજીંગનું કામ કરતો હતોઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૬: શાપર વેરાવળના પારડી ગામે રાતે અગાસીએ સુવા માટે ગયેલો યુવાન ખાટલો ગોઠવતો હતો ત્યારે પગ લપસતાં પહેલા માળેથી પડી જતાં ગંભીર ઇજા થતાં મોત થયું છે. મુળ છોટાઉેપુરનો આ યુવાન અહિ બહેન-બનેવી સાથે રહી મજૂરી કરતો હતો.
જાણવા મળ્યા મુજબ શાપરના પારડીમાં રહેતો સંતોષ બકુલભાઇ રાઠવા (ઉ.વ.૨૨) રાતે દસેક વાગ્યે ઘરની અગાસી પર સુવા માટે ગયો ત્યારે પાળી નજીક ખાટલો ગોઠવતો હતો ત્યારે પગ લપસી જતાં નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ટુંકી સારવાર બાદ મોડી રાતે મોત થયું હતું.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં શાપર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર સંતોષ અહિ પેકેજીંગ કંપનીમાં મજૂરી કરતો હતો. તે એક બહેનથી નાનો અને અપરિણીત હતો. એકના એક આધારસ્તંભ દિકરાના મૃત્યુથી મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો છે. સંતોષના પિતા ખેત મજૂરી કરે છે.
(11:17 AM IST)










