તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
વૈશાલીનગરમાં ૩ મહિનાનો દેવાંશ સુતા બાદ જાગ્યો જ નહિ
ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતોઃ લાડકવાયા દિકરાના મૃત્યુથી નેપાળી દંપતિ શોકમાં ગરકઃ

રાજકોટ તા. ૪: રૈયા રોડ આમ્રપાલી ફાટક નજીક વૈશાલીનગર-૬માં રહેતાં સંદિપભાઇ પરીહારનો પુત્ર દેવાંશ (ઉ.૩ મહિના) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
રાતે દેવાંશને સુવડાવાયા બાદ સવારે નહિ જાગતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. પણ તબિબે મૃત જાહેર કર્યો હતો. ત્રણ બહેનનો દેવાંશ એકનો એક ભાઇ હતો. તેના મોતથી માતા-પિતા શોકમાં ગરક થઇ ગયા હતાં. ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક બાળકના પિતા છુટક મજૂરી કરે છે. બનાવની જાણ થતાં નેપાળી સેવા સમાજના સંજયભાઇ કારકીએ હોસ્પિટલે પહોંચી મૃતકના સગા સ્વજનોને જરૂરી મદદ પુરી પાડી હતી.
વામ્બે આવાસના રામુબેનનું હૃદય બંધ પડી જતાં મોત
કાલાવડ રોડ વામ્બે આવાસ ક્વાર્ટરમાં રહેતાં રામુબેન છગનભાઇ જેઠવા (ઉ.વ.૫૩) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. હાર્ટએટેક આવી ગયાનું ખુલ્યું હતું. તાલુકા પોલીસે આ અંગે કાર્યવાહી કરી હતી.
(3:12 PM IST)










