<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

નાસમજ ઉંમરનું મોટુ પગલું: પિતાએ ઠપકો આપતા ૧ર વર્ષનો પુત્ર ઘર છોડી જતો રહયો

ગાંધીગ્રામ પોલીસ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કર્યોઃ મંદીરની પુજાની થાળીમાંથી રૂા. પ૦૦ લેતા ઠપકો આપ્‍યો હતોઃ પિતાની નજર સામે થેલીમાં કપડા ભરી જતો રહયોઃ થોડી વારમાં આવી જશે ેતેમ લાગ્‍યુ પણ ન આવ્‍યો સાવધાનઃ તમે આપેલો ઠપકો સંતાનોના મનમાં ઘા કરે છે

રાજકોટ, તા.૨૭: સંતોનોની ‘ભુલ' બાદ માતા-પિતા કે વાલી દ્વારા અપાતો ઠપકો કયારેક બાળકોના મનમાં બેસી જતા તે ન ભરવાનું પગલુ ભરી લેતા હોય છે. કંઇક આવો જ કિસ્‍સો શહેરમાં બન્‍યો છે. જેમાં મંદિરની પુજાની થાળીમાંથી રકમ લઇ લેવા બાબતે પિતાએ ઠપકો આપતા ધો. ૮માં અંગ્રેજી મીડીયમમાં અભ્‍યાસ કરતો ૧૨ વર્ષનો છાત્ર ઘરેથી નિકળી ગયા બાદ લાપતા બની ગયો હતો.

આ મામલે છાત્રના પિતાએ પ્ર. નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યુ કે, તે મોરબી બાયપાસ રોડ નજીકના વિસ્‍તારમાં રહે છે. સંતાનમાં બે પુત્રો છે. તેનો મોટો પુત્ર કે જેની ઉમર ૧૨ વર્ષની છે તે ધો. ૮માં ઇગ્‍ંલીશ મીડીયમમાં અભ્‍યાસ કરે છે. ગઇ તા. ૨૫ના તેના બને પુત્રો માતા તેના જ વિસ્‍તારમાં આવેલા મંદિરે દર્શન કરવા માટે ગયા હતા.

આ સમયે તેના મોટા પુત્રએ પુજાની થાળીમાંથી રૂા. પ૦૦ લઇ લીધા હતા. જે અંગે તેની પત્‍નીએ તેને ગઇકાલે વાત કરી હતી. આ સમયે તેને કામે જવાનું હોવાથી તે ચાલ્‍યા ગયા હતા. જયારે મોટો પુત્ર સ્‍કુલે જતો રહયો હતો. રાત્રે તે કામેથી ઘરે આવ્‍યા બાદ તેણે તેને મંદિરની થાળીમાંથી રૂપીયા લેવા બાબતે ઠપકો આપતા થોડીવાર તે ઘરના હોલમાં જ શાંતીથી બેસી રહયો હતો.

ત્‍યારબાદ મોડી રાત્રે તે તેની નજર સામે એક થેલીમાં કપડાની બે જોડી લઇ ઘરેથી નિકળી ગયો હતો. આ સમયે થોડીવારમાં પાછો આવી જશે તેમ લાગતા તેને રોકયો ન હતો. થોડીવાર બાદ પત્‍નીને તેની પાછળ જવા માટે કહયુ હતું જે પાછળ ગઇ હતી પરંતુ તે કયાય મળી નહી આવતા તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કયાંય પતો નહી લાગતા અંગે ફરીયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે અજાણ્‍યા શખ્‍સ સામે અપહરણ ની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

(3:00 PM IST)