હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શાન્શા સ્પામાં ચાલતું કૂટણખાનુ ઝડપાયુઃ ત્રિપુરા, મણીપુર, દિલ્હી, ઇન્દોરની લલનાઓ મન પડે એવા ભાવ વસુલતી
અમીન માર્ગ પર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ડમી ગ્રાહક મોકલી દરોડો સંચાલક પ્રતિક મજેઠીયા, ટેલીકોલર રવિના પકડાયાઃ સ્પા માલિકો આદિત્ય મજેઠીયા, ક્રીશ રૂઘાણીની શોધખોળઃ પીઆઇ પી. એન. પઢીયાર, એએસઆઇ અજયભાઇ શુક્લા સહિતની ટીમનો દરોડો]

રાજકોટ તા. ૩૦: સ્પા પાર્લરની આડમાં ચાલી રહેલા વધુ એક કૂટણખાનાનો એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે પર્દાફાશ કર્યો છે. અમીન માર્ગ પર એક કોમ્પલેક્ષમાં આવેલા શાન્શા સ્પામાં સંચાલક યુવતિઓને રાખી બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપાર કરાવતો હોવાની બાતમી પરથી પોલીસે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડયો હતો. અહિથી સંચાલક યુવાન અને ટેલીકોલરને પકડી લેવાયા હતાં. જ્યારે બે શખ્સને વોન્ટેડ જાહેર કરાયા હતાં. અહિ ત્રિપુરા, મણીપુર, દિલ્હી, ઇન્દોરની યુવતિઓ પાસે દેહવેપલો કરાવાતો હતો. એન્ટ્રી ફીના ૧ હજાર ગ્રાહક ચુકવે પછી દેહસંબંધ માટે યુવતિઓ પોતાની રીતે મન પડે એટલી રકમ વસુલતી હતી.
જાણવા મળ્યા મુજબ અમીન માર્ગ પર આવેલા ડીમ્પલ કોમ્પલેક્ષ-૨માં તુલસી ઓપ્ટીકલ ઉપર આવેલા શાન્શા સ્પામાં દેહવેપલો ચાલતો હોવાની બાતમી મળતાં એએચટીયુની ટીમે ડમી ગ્રાહક તૈયાર કરીને મોકલ્યો હતો. આ પછી ગ્રાહકે અહિ કૂટણખાનુ ચાલતુ હોવાની માહિતી મીસકોલથી આપી દેતાં બહાર ઉભેલી ટીમ ત્રાટકી હતી. અહિ રીસેપ્સશન પર ટેલીકોલર યુવતિ બેઠી હતી. તેની પુછતાછમાં તેણે પોતાનું નામ રવિના રામજીભાઇ વાઘેલા જણાવ્યું હતું. સ્પાના માલિક બાબતે પુછતાં તેણીએ માલિકનું નામ આદિત્ય પ્રફુલભાઇ મજેઠીયા (રહે. પાવન પાર્ક એપાર્ટમેન્ટ પહેલો માળ સત્ય સાઇ રોડ) તથા ક્રિશ હિતેષભાઇ રૂઘાણી (રહે. સત્ય સાઇ હોસ્પિટલની સામે) હોવાનું જણાવ્યું હતું.
યુવતિની બાજુમાં એક શખ્સ બેઠો હોઇ તેણે પુછતાછમાં પોતાનું નામ પ્રતિક શૈલેષભાઇ મજેઠીયા (ઉ.વ.૩૯-રહે. પાવન પાર્ક પહેલો માળ, સત્ય સાઇ રોડ) જણાવ્યું હતું. તે સ્પાના સંચાલક તરીકે નોકરી કરતોહોવાનું કબુલ્યું હતું. બાદમાં પોલીસ એક રૂમમાં ગઇ હતી જ્યાં ડમી ગ્રાહક અને યુવતિ કઢંગી હાલતમાં મળ્યા હતાં. યુવતિએ પોતે હાલ નાના મવા રોડ પર રહેતી મુળ ત્રિપુરાની વતની હોવાનું કહ્યું હતું. તેણીએ કબુલ્યું હતું કે ગ્રાહકને રીસેપ્સનીસ્ટે મોકલી હતી. એન્ટ્રી ફી રૂા. ૧૦૦૦ અને બાદમાં શરીર સંબંધ બાંધવાના અલગ અલગ ભાવ પોતે વસુલતી હોવાનું પણ કહ્યું હતું.
પોલીસે અન્ય રૂમમાં તપાસ કરતાં બીજી ત્રણ યુવતિઓ મળી આવી હતી. આ યુવતિઓ હાલ રાજકોટ વિશ્વનગર વિસ્તારમાં રહેતી મુળ મણીપુર, ત્રિપુરા, દિલ્હી અને ઇન્દોરની વતની હોવાનું જણાવ્યું હતું. આ યુવતિઓએ પણ પોતાની પાસે સ્પાના માલિકો, સંચાલક સહિતના દેવેપલો કરાવતાં હોવાનું અને પોતે ગ્રાહક દીઠ અલગ અગ રૂપિયા વસુલતી હોવાનું કહ્યું હતું. પોલીસે સ્પામાંથી રોકડ, મોબાઇલ ફોન, કોન્ડોમ, યુપીઆઇ સ્કેનર સહિતનો કુલ ૧૫૬૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ડીજીટલ પેમેન્ટના યુગમાં કોઇ ગ્રાહક પાસે રોકડા ન હોઇ તો અહિ યુપીઆઇ સ્કેનરની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. આ સ્કેનર ક્રિશ રૂઘાણીના નામનું હતું.
દરોડાની આ કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચેતન્ય મંડલિક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એએચટીયુના પીઆઇ પી. એન. પઢીયાર, એએસઆઇ સલિમભાઇ મકરાણી, અજયભાઇ શુક્લા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હેડકોન્સ. જીજ્ઞેશભાઇ મારૂ, ગીરીરાજસિંહ જાડેજા, કોન્સ. હમસુખભાઇ બાલધા, મહેશ પ્રસાદ, સુર્યકાંતભાઇ જાદવ, જ્યોતિબેન બાબરીયા, ભુમિકાબેન ઠાકરની ટીમે કરી હતી. બે દિવસ પહેલા પણ આ ટીમોએ મા-દિકરા દ્વારા મેરેજ બ્યુરોમાં ચાલતાં કૂટણખાના અને અન્ય એક સ્પામાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો.










