<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

અમદાવાદના નાના ચિલોડા રોડ પર ટુ વહીલર પર જતા દંપતીને રાજકોટના કાર ચાલકે ટક્કર મારી: કારમાંથી દારૂની બોટલ મળતા મેથીપાક ચખાડ્યો

દારૂની બોટલ મળતાં લોકોએ કારચાલકને ફટકાર્યો. :નરોડા પોલીસે કારના ડ્રાઈવર ચિરાગ ગાંગાણી અને બાજુમાં બેઠેલા ગૌતમ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

અમદાવાદના નાના ચિલોડા રોડ પર 11 નવેમ્બરના બપોરના સમયે નશામાં ધૂત કારચાલકે એક ટુ-વ્હીલર પર જઈ રહેલા દંપતીને ટક્કર મારી હતી. અક્સ્માત કરનારની કારમાંથી દારૂની બોટલો મળી આવતા સ્થાનિકોનો રોષે ભરાયા હતાં અને કારચાલકને ગાળો ભાંડી મારમાર્યો હતો.  

   નાના ચિલોડા રોડ પર બપોરના સમયે એક વર્ના કારે પૂર ઝડપે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને ટક્કર મારી હતી. ટક્કર વાગતા દંપતી નીચે પડ્યા હતા. અક્સ્માત થતાં આસપાસના લોકો ભેગા થયા હતા. આ દરમિયાન લોકોએ ગાડીમાં તપાસ કરતા એક ડ્રાઈવર અને અન્ય વ્યક્તિ મળી આવ્યો હતો. ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. સ્થાનિકોએ ભેગા થઈને અક્સ્માત કરનાર કારચાલકને મેથીપાક આપ્યો હતો.

  અક્સ્માત અંગે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે તપાસ કરતા બંને નશાની હાલતમાં હતા, જેથી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન બંને રાજકોટના હોવાનું સામે આવ્યું હતું. આ અંગે નરોડા પોલીસે કારના ડ્રાઈવર ચિરાગ ગાંગાણી અને બાજુમાં બેઠેલા ગૌતમ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:36 PM IST)