<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

કોર્પોરેશનમાં અમૂક બીલ ૨૦૧૮થી પેન્‍ડીંગ?: આવી ‘સેવા' કોઇ મફતમાં શુંકામ આપે?

‘એબસ્‍ટેક'ની કરામત સહીતના મુદ્દે ડો. વસાવડા અને ડો. રાજદીપસિંહનો ખુલ્લો પત્ર

 રાજકોટ તા. ૩ : પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડા અને શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ મ્‍યુ. કમિશ્‍નરને એક ખુલ્લો પત્ર પાઠવી કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્‍ટાચારો અંગે રજુઆત કરી છે.

તેઓએ જણાવ્‍યુ છે કે જંગલેશ્વર ડીમોલીશનના છુટક બીલોની વાત માધ્‍યમોમાં આવ્‍યા કરે છે. પરંતુ આખો ડીમોલીશનનો કુલ ખર્ચો કેટલો? એ જાહેર થતુ નથી. વળી એક વાત મુજબ ૨૦૧૮થી બીલો પેન્‍ડીંગ છે. આ બીલોને શાસકીય મંજુરી મળેલ નથી. જો આ વાત સાચી હોય તો સેવા આપનાર, માલ આપનાર વેન્‍ડરો વગેરે પૈસા ચુકવ્‍યા વગર સેવાઓ આપે ખરા? આઠ વર્ષ સુધી કોઇ રાહ જોઇ શકે? આ પૈસાના ચુકવણા કઇ રીતે? હવાલા જ પાડવાના છે કે કેમ? તેવો પ્રશ્‍ન પણ ઉઠી શકે. અધિકારીઓ કોર્પોરેશનમાંથી એબસ્‍ટેક રકમ ઉપાડે છે. પછી તે સેટ ઓફ કરે છે. આ પધ્‍ધતિ ભ્રષ્‍ટાચારને નિમંત્રે છે. આ પધ્‍ધતિ બંધ કરવી જોઇએ. તેમજ ધારાસભા વિસ્‍તારોમાં સરકારના કાર્યક્રમોની જાહેરાતો, મુખ્‍યમંત્રીની મુલાકાતોનો ખર્ચ કેવી રીતે કરવામાં આવે છે. તેની વિગતો પણ જાહેર કરવી જોઇએ. તેમ પત્રના અંતમાં ડો. વસાવડા અને ડો. રાજદીપસિંહે જણાવ્‍યુ છે. 

(2:39 PM IST)