<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

ટયુશન ક્‍લાસીસમાં ધો-૧૦ની છાત્રાને ફસાવી ધો-૧૨ના છાત્રનું અવાર-નવાર દૂષ્‍કર્મ

ભક્‍તિનગર પીઆઇ જે. ડી. પરમાર, એએસઆઇ હરસુરભાઇ ડાંગર, નિલેષભાઇ મકવાણાએ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી

રાજકોટ તા. ૧૭: દૂષ્‍કર્મની વધુ એક ઘટનામાં ટયુશન ક્‍લાસમાં જતી ધોરણ-૧૦ની બાળાને ધોરણ-૧૨ના વિદ્યાર્થીએ ફસાવી તેની સાથે વારંવાર બળજબરી ૬આચરી લેતાં ભક્‍તિનગર પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી લીધી છે.

 આ બનાવમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ભોગ બનનાર સગીરા જે ટયુશન ક્‍લાસીસમાં અભ્‍યાસ કરતી હતી, ત્‍યાં જ ધોરણ-૧૨માં ભણતા વંશ પરેશભાઈ કુબાવત સાથે તેનો પરિચય થયો હતો. આ પરિચયનો લાભ ઉઠાવી આરોપી વંશ સગીરાને મોટર સાયકલ પર બેસાડી વાવડી વિસ્‍તારમાં રહેતા તેના સંબંધીના ઘરે લઈ જતો હતો. એક વખત  ચોથી એપ્રિલના રોજ આરોપી સગીરાને લલચાવીને લઈ ગયો હતો અને ત્‍યાં તેની સાથે શરીર સંબંધ બાંધ્‍યો હતો. આ પહેલા પણ જાન્‍યુઆરી માસ દરમિયાન આરોપીએ ત્રણથી ચાર વખત સગીરાને વાવડી લઈ જઈ દુષ્‍કર્મ આચર્યું હોવાનું ખુલ્‍યું છે.

આ ઘટનાથી સગીરા માનસિક રીતે ભાંગી પડી હતી અને અત્‍યંત બીમાર પડતા તેને શહેરની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવી પડી હતી. ત્‍યારબાદ સગીરાએ હિંમત ભેગી કરી પરિવારને આપવીતી જણાવતા પિતાએ એડવોકેટની સલાહ લીધી હતી. ત્‍યારબાદ આ મામલે પોલીસ કમિશનર અને ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનમાં લેખિત ફરિયાદ કરી હતી. ભક્‍તિનગર પોલીસે ત્‍વરિત કાર્યવાહી કરી વંશ પરેશભાઈ કુબાવત (રહે. લાલ પાર્ક, અટીકા સાઉથ, રાજકોટ)ની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે આરોપી વિરૂધ્‍ધ પોક્‍સો એક્‍ટ અને ભારતીય ન્‍યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં રાઇટર એએસઆઇ નિલેષભાઇ મકવાણા, એએસઆઇ હરસુરભાઇ ડાંગર દ્વારા કાર્યવાહી કરી આરોપીને પકડી લેવાયાો હતો. 

(3:52 PM IST)