<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

લોન વસુલવા ધમકીઓ આપવાની ફરિયાદમાં.... મેસન ક્રેડીટ સોસાયટીના કર્મચારીઓની આગોતરા જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી

 રાજકોટઃ તા.ર૮, અત્રે‘‘મેસન કલબ ક્રેડીટ કો.ઓપ.સોસાયટી લી. ના સંચાલક તથા કર્મચારીઓના આગોતરા જામીન અરજી રદ કરતી રાજકોટ સેસન્‍સ કોર્ટ'' રદ કરી હતી.

આ કેસની હકીકત એવી છે કે, આ કામના ફરિયાદી દિપ્તીબેન ડો/ઓ. શશીકાંતભાઈ દોશીના દીકરા હાર્દિક એ તેમના મિત્ર દ્વારા મેસન ક્‍લબ ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લી. ના સંચાલક (ડિરેક્‍ટર) પરાગભાઈ અનિલભાઈ સોલંકી સાથે સને-ર૦૧૯ ના વર્ષમાં ઓળખાણ થયેલ હતી. જેથી કપડાના બીઝનેશ માટે લોન લેવાની જરૂરીયાત ઉભી થતા મેસન કલબના સંચાલકો પાસેથી રૂા.૨,૫૦,૦૦૦/- અંકે રૂપિયા બે લાખ પચાસ હજાર પુરા ની લોન લીધેલ. જે સમયગાળામાં મેસન કલબના સંચાલકો દ્રારા લોન પ્રોસેસ કરી ફરીયાદીના દીકરાના આઈ.ડી.પ્રૂફ તથા ૧૦ કોરા ચેકો તથા બે જામીન માંગેલ જે જામીનના ૫-૫ કોરા ચેકો લઈ મેસન કલબ ક્રેડીટ કો.ઓપ.સોસાયટી લી.માં બચત અને લોન ખાતુ ખોલેલ હતું અને લોન પેટે રૂ. ૨,૫૦,૦૦૦/- અંકે રૂપિયા બે લાખ પચાસ હજાર પુરા પાસ થતા ખાતામાં જ જમાં થયેલ હતા. જે પૈકી લોનપ્રોસેસના રૂા.૪,૫૦૦/- અંકે રૂપિયા ચાર હજાર પાંચસો પુરા તથા લોન ઈ.એમ.આઈ નોપ્રથમ હપ્તો રૂા.૨,૮૧૮/- અંકે રૂપિયા બે હજાર આઠસો અઢાર પુરા કાપી લીધેલ હતા.

ત્‍યારબાદ પણ આ રૂપિયા તમારા ઘરના સભ્‍યો પાસેથી ભરાવવાના છે. તેમ કહી મારી નાખવાની ધમકી આપી. ફરીયાદી તથા ફરીયાદીના દીકરા પાસેથી બળજબરીથી વધુ રૂપિયા કઢાવવા સારૂં યેનકેનપ્રકારે રૂ.૨,૫૦,૦૦૦/- અંકે રૂપિયા બે લાખ પચાસ હજાર પુરા ની લોન સામે રૂા.૪,૭૭,૫૬૦/-અંકે રૂપિયા ચાર લાખ સતોતેર હજાર પાંચસો સાંઈઠ પુરા ભરપાઈ કરવા છતાં મેસન કલબ ક્રેડીટ કો.ઓપ.સોસાયટી લી. ના સંચાલકો-કર્મચારીઓ મોન્‍ટુભાઈ ટાંક તથા નિશાંતભાઈ દવે તથા વિવેકભાઈ ટાંક વિગેરે લોકોએ વિવિધ સમયે ફરીયાદીના ઘરે કોર્ટના બેલીફ વગર આવી ધમકીઓ આપેલ કે રૂપિયા ના આપો તો તમને ઉઠાવી લેતા વાર નહી લાગે. તેવી ધમકીઓ આપતા અને ફરીયાદીના દીકરા તથા બન્ને જામીનદારોને શારીરીક તથા માનસિક તથા આર્થિક રીતે હેરાન-પરેશાન કરતા અને લોન વખતે આપેલ સિકયુરીટી પેટેના ચેકો મેસન કલબ ક્રેડીટ કો.ઓપ.સોસાયટી લી. ના ઓએ અમારા પૈસા જમાં હોવા છતાં ખોટી રીતે ચેક રીટર્ન કરાવી રાજકોટ કોર્ટ ખાતે ચેક રીટર્નની ખોટી ફરીયાદો કરી માનસીક ત્રાંસ આપેલ છે. અમોએ લોન પેટેની રકમથી વધારે રકમ ભરપાઈ કરી દીધેલ હોવા છતાં કોર્ટમાં ખોટી રીતે કેસો કરી માનસિક ત્રાંસ આપેલ છે. તેમજ આ લોકોએ અમારા સિવાય અન્‍ય લોકોને પણ આ રીતે ધાક-ધમકી થી ઉઘરાણી કરતા હોવાની જાણ છે. જેની ફરીયાદી દિપ્તીબેન દોશી ના એ ડી.સી.બી પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવતા ધરપકડ ની બીકે મેસન કલબ ક્રેડીટ કો.ઓપ.સોસયટી લી. ના સંચાલક તથા કર્મચારી પરાગભાઈ, મોન્‍ટુભાઈ ટાંક, વિવેકભાઈ ટાંક, નિશાંતભાઈ દવે નાસી ગયેલ અને આ ફરીયાદમાં જામીન મેળવવા તેમના વકીલ મારફત રાજકોટ સેસન્‍સ કોર્ટમાં જામીન પર છુટવા આગોતરા જામીન મેળવવા આગોતરા જામીન અરજી દાખલ કરેલ. સરકારી વકીલ દિલીપ એમ.મહેતા એ કરેલ દલીલ રજુઆતો  કોર્ટ દ્રારા ધ્‍યાને લઈ આરોપીની આગોતરા જામીન અરજી સેશન્‍સ કોર્ટના જજ   દ્વારા નામંજુર કરેલ છે.  આ કામમાં મુળ ફરિયાદીવતી એડવોકેટ નિકુંજ ગણાત્રા રોકાયા હતા.

(4:04 PM IST)