<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

ફેટલ એક્‍સીડેન્‍ટ કરી ભાગી ગયેલા રિક્ષાચાલકને એ-ડિવીઝન પોલીસે શાપરની શોધી કાઢયો

પીઆઇ જે. વી. વાઢીયા, પીએસઆઇ રાણાની ટીમની કામગીરીઃ સાગરભાઇ, કનુભાઇ, ધર્મેશભાઇએ મેળવેલા ફુટેજ પરથી સફળતા

રાજકોટ તા. ૬: શહેરના મોચી બજાર નજીક જુની કોર્ટ પાસે ગત ૨૫/૪ના રોજ હિટ એન્‍ડ રનની ઘટના બની હતી. જેમાં રિક્ષાનો ચાલક રાહદારી સોમાભાઇ ભલાભાઇ જાદવને ઠોકરે લઇ જીવલેણ અકસ્‍માત સર્જી ભાગી ગયો હતો. આ ફેટલ એક્‍સીડેન્‍ટમાં એ-ડિવીઝન પોલીસે આરોપીને શોધી કાઢી કાર્યવાહી કરી છે.

સર્વેલન્‍સ સ્‍ક્‍વોડના કનુભાઇ બસીયા, સાગરભાઇ માવદીયા, ધર્મેશભાઇ ખાંડેખાએ સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી હતી અને શાપર વેરાવળ શાંતિધામ સોસાયટી-૧માં દાસારામ પાનવાળી શેરીમાં રહેતાં રિક્ષાચાલક દાનજી રૂડાભાઇ ચાવડા (ઉ.વ.૫૨)ને પકડી લીધો હતો. ડીસીપી  રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં પીઆઇ જે. વી. વાઢીયા, પીએસઆઇ એસ. એમ. રાણા, એમ. આર. મકવાણા, એએસઆઇ વી. જે. દહીયા સહિતે આ કામગીરી કરી હતી.

(3:59 PM IST)