<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

શાપર-વેરાવળના શીતળા મંદિર વિસ્તારમાં સહયોગ ઓઇલ મિલમાં મગફળીની ફોતરીમાં આગ લાગી : જુઓ વિડીયો

શાપર-વેરાવળની ફાયર ટીમે આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો :આગ વધુ ફેલાતાં રાજકોટની ફાયર ટીમની મદદ મંગાવવામાં આવી

શાપર-વેરાવળના શીતળા મંદિર વિસ્તારમાં કિસાન સિમેન્ટની પાછળ અને સહયોગ કોટનની પાછળ આવેલી સહયોગ ઓઇલ મિલમાં મગફળીની ફોતરીમાં આગ લાગી. આગ બુઝાવવા શાપર-વેરાવળની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ વધુ ફેલાતાં રાજકોટની ફાયર ટીમની મદદ મંગાવવામાં આવી હતી.

શરૂઆતમાં શાપર-વેરાવળની ફાયર ટીમે આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આગની તીવ્રતા જોતાં રાજકોટની ટીમને જાણ કરાઈ હતી. રાજકોટની ટીમ પણ સ્થળે પહોંચી અને સ્થાનિક ફાયર ટીમ સાથે આગ બુઝાવવાની કામગીરીમાં જોડાઈ હતી.

(10:05 PM IST)