તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
મનપાના યોગ સેન્ટરમાં ૯ વર્ષ પૂર્ણ થતા ગરીમાપૂર્ણ ઉજવણી કરાશે

રાજકોટ, તા. ૧૩: રેસકોર્ષ ખાતે તદન નિસ્વાર્થ ભાવે નિશુલ્ક ચાલતા રાજકોટ મ્યુ. કોર્પોરેશન યોગ સેન્ટરને ૯ વર્ષ પૂર્ણ થતા તેની ગરીમાપૂર્ણ ઉજવણી આગામી તારીખ ૯ જુનના કરવામાં આવેશે. આ યોગ સેન્ટરનું સંચાલન છેલ્લા ૯ વર્ષથી યોગગુરૂ મોનાબેન ઠક્કર તા દિવ્યાબેન આચાર્ય કરી રહ્યા છે.
હાલ આ યોગ સેન્ટરમાં ૧૨૫થી વધુ સાધક ભાઇ-બહેનો સવારે ૭થી ૮ દરમ્યાન યોગ પ્રાણાયમનો અભ્યાસ કરી રહ્યા છે.
આજે તા.૮ના રોજ સાધક ભાઇ-બહેનો મોનાબેન તેમજ દિવ્યાબેનના માર્ગદર્શન હેઠળ સુર્યનમસ્કાર તેમજ અન્ય આસન તેમજ પ્રાણાયમ કરવા સાથે પોતાનો અનુભવ વર્ણવ્યો હતો તેમજ તા.૯ના સાધક ભાઇ-બહેનો સવારે ૭થી ૮ દરમ્યાન સાંસ્કળતિક કાર્યક્રમો રજૂ કરી ૯ વર્ષની સફરની ગરીમાપૂર્ણ ઉજવણી કરશે.
(3:04 PM IST)










