<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

રવિવારે શ્રી ઉગતાપોરના મેલડી માં ધામે વ્‍યસનમુક્‍તિ તથા રામદેવપીર રામામંડળનું ભવ્‍ય આયોજન

રાજકોટ : માં મણિધર મોગલ ધામ કબરાવ કચ્‍છ ચારણ ઋષિ પૂ. બાપુશ્રીના આર્શીવાદથી અષાઢી બીજ નિમિતે આગામી તા. ૧ર રવિવારે આસ્‍થાનું ‘‘શ્રી ઉગતાપોરના મેલડી માં'' ધામે વ્‍યસનમુક્‍તિ તથા બાર બીજના ધણી શ્રી રામદેવપીર મહારાજનું જીવન ચરિત્ર દર્શાવતું ‘‘રામામંડળ''નું કિશોરસિંહજી  જાડેજા (મો. ૯૯૯૮૪૩૯૧૩૮) દ્વારા આયોજન કરવામાં આવેલ છે. શ્રી ગેલમોગલ શક્‍તિપીઠ આશ્રમ (ગારીડા)ના મહંતશ્રી તથા જયા શ્રી ગોપાલ ટ્રસ્‍ટ રાજકોટના પ્રમુખ વિજયબાપુ, ઉપપ્રમુખ રાજુભાઇ પ્રજાપતિ, સત્‍ય સનાતન ગૃપના અંકિતભાઇ અજાણી, ભાવેશભાઇ લીંબાસીયા, વિમલભાઇ લીંબાસીયા, પ્રકાશભાઇ, લોકસાહિતયકાર કૌશિકભાઇ મહેતા (ભુદેવ) મેલડી માંના ઉપાસક રાજુભાઇ (કંટાળાની મેલડી), કૌશિકભાઇ પૂજારી (ઉગતાપોરના મેલડી માં) અને શ્રી અદ્યશક્‍તિ માંના ઉપાસક સ્‍ટુડીયો શિવવાળા ભાવિનભાઇ ખખર (બજરંગ)ના સહયોગથી આ ધર્મકાર્ય યોજાએલ હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.

નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઇ સંઘવી અને રાજયસભા સાંસદ તથા વાંકાનેરના રાજવી ઠાકોર સાહેબ, કેસરીદેવસિંહજી ઝાલાનાી પ્રેરણાથી ‘‘વ્‍યવસનમુક્‍તિ''ના કાર્યક્રમનું પણ આયોજન થયેલ છે. જય શ્રી ખોડીયાર રામામંડળ, નવઘણભાઇના ગૃપ દ્વારા શ્રી દ્વારકાધીશના અવતાર એવા રણુજાના રાય શ્રી રામદેવજી મહારાજનું જીવનચરિત્ર રજુ કરવામાં આવશે.

મેયર ડૉ. નેહલભાઇ શુકલ, ડૉ. મેયર દક્ષાબેન વસાણી, ડે. પોલીસ કમિશ્નર (ઝોન ર) આઇ.પી.એસ. રાકેશ દેસાઇ, ડે. પોલીસ કમિશ્નર (ઝોન ૧) આઇ.પી.એસ. હેતલબેન પટેલ, ડે. પોલીસ કમિશ્નર (ટ્રાફીક) આઇ.પી.એસ. હરપાલસિંહજી જાડેજા, ક્રાઇમ બ્રાન્‍ચના ડે. પોલીસ કમિશ્નર આઇ.પી.એસ. જગદીશ બાંગરવાને આમંત્રણ અપાયું છે.

સ્‍થળ : ‘‘શ્રી ઉગતાપોરના મેલડી માં'', શીતલ પાર્ક, રાજકોટ. તા. ૧ર જુલાઇ, રવિવાર : સમય સાંજે ૪ વાગ્‍યાથી.

તસ્‍વીરમાં કિશોરસિંહ જાડેજા, વિજયબાપુ, રાજુભાઇ પ્રજાપતિ, અંકિતભાઇ અજાણી, ભાવેશભાઇ લીંબસિયા, વિમલભાઇ લીંબસિયા, પ્રકાશભાઇ, કૌશિકભાઇ મહેતા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(3:45 PM IST)