તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
મોલમાં સાથે નોકરી કરતાં વિધર્મીએ યુવતિને ફસાવીઃ માતા-ભાભીના ચોંકાવનારા આક્ષેપો
વિહીપના મહિલા આગેવાને પણ હિન્દુ દિકરીઓને માત્ર વિધર્મી શખ્સો બચ્ચા પેદા કરવા માટે જ ફસાવતા હોવાની ટકોર કરી આવા તત્વોથી સાવધાન રહેવા અનુરોધ કર્યો : યુવતિની ગર્ભાશયની કોથળી કઢાવી પછી તેને લઇ જવાનું યુવતિના પરિવારે કહેતાં વિધર્મી શખ્સે લગ્નની ના કહી દીધીઃ માતા-ભાભીએ કહ્યું-આવા શખ્સો હિન્દુ દિકરીને માત્ર બચ્ચા પેદા કરવા જ ફસાવે છે, પછી જિંદગી દોજખ બનાવી દે છે

રાજકોટ તા. ૨૯: શહેરમાં લવજેહાદની એક ઘટના સામે આવી છે જેમાં ભોગ બનેલી યુવતિના ભાભી, માતા સહિતે મિડીયા સમક્ષ ઉકળાટ ઠાલવ્યો હતો. આ પરિવારની સાથે વિશ્વ હિન્દુ પરિષદના મહિલા આગેવાન પણ સાથે જોડાયા હતાં. યુવતિના ભાભીએ કહ્યું હતું કે -મારા નણંદને વિધર્મી શખ્સે ફસાવી લીધા છે. અમે આ શખ્સને કહેલું કે-જો તમારે મારી નણંદને લઇ જા પણ અમે ગર્ભાશયની કોથળી કઢાવી લઇએ પછી તમને સોંપીએ, તો એ શખ્સે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. હિન્દુની દિકરીઓને માત્ર બચ્ચા પેદા કરવા માટે જ વિધર્મીઓ ફસાવી રહ્યા છે. તેવો ગંભીર આક્ષેપ આ મહિલાએ કરી હિન્દુ દિકરીઓને સમજી વિચારીને આવા પ્રેમપ્રકરણોમાં આગળ વધવા અનુરોધ કર્યો હતો.
શહેરમાં રેહતાં એક મહિલાએ આપવિતી વર્ણવતા મિડીયા સમક્ષ કહ્યું કે અમારી દિકરી પાંચ વર્ષ પહેલા મોલમાં નોકરી કરતી હતી. ત્યારે તેને સાથે જ નોકરી કરતાં વિધર્મી શખ્સે ફસાવી લીધી હતી. અમારી દિકરીને અમે સમજાવી હતી પરંતુ તે સમજી નહોતી.
આ શખ્સ અમારી દિકરીને ભગાડી જવા આવ્યો હતો. ત્યારે અમે તેને કહેલુ કે તારે લગ્ન કરવા જ હોય તો અમને વાંધો નથી પણ અમારી દિકરીની ગર્ભાશયની કોથળી કઢાવી લઇએ પછી તું લઇ જજે. આ સાંભળી તે શખ્સે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આથી એવુ સ્પષ્ટ થાય છે કે માત્ર હિન્દુની દિકરીઓને બચ્ચા પેદા કરવા માટે જ આવા તત્વો પ્રેમજાળમાં ફસાવી પછી તેની જિંદગી દોજખ બનાવી દે છે.
યુવતિના માતાએ પણ કહ્યું હતું કે અમારી દિકરી હાલ નારી સુરક્ષામાં છે. અમારે અમારી દિકરી પાછી જોઇએ છે અને તેની સાથે આવુ કરનારા શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી અમારી માંગણી છે. જેથી કરીને બીજી દિકરીઓ બચી શકે. વિશ્વ હિન્દુ પરિષદના મીતાબેન સોમૈયાએ જણાવ્યુ઼ હતું કે હિન્દુ દિકરીઓને વિધર્મી શખસો ફસાવી તેની કુખે સંતાન પેદા કરી પછી આવી દિકરીઓની જિંદગી ખરાબ કરી નાંખતા હોય છે. આ કિસ્સામાં પણ જ્યારે પરિવારે ગર્ભાશયની કોથળી કાઢીને વિધર્મી શખ્સને દિકરી સોંપવાની ના પાડી ત્યારે એ શખ્સે ના પાડી દીધી હતી. જેના પરથી કહી શકાય કે માત્ર બચ્ચા પેદા કરવા માટે જ વિધર્મીઓ હિન્દુ દિકરીઓને ફસાવી રહ્યા છે.
નોંધનીય છે કે વિધર્મી યુવાને ગયા એપ્રિલ મહિનામાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન નોંધણીની અરજી કરી હતી. યુવાને અરજી કરતાં યુવતિના માતા-પિતાએ જ્ઞાતિના અગ્રણીઓને જાણ કરતાં અગ્રણીઓએ અરજી કેન્સલ કરાવી હતી. હાલ યુવતિ નારી સુરક્ષા ગૃહમાં છે. માતા, ભાભી સહિતના પરિવારજનો તેણીને પોતાની ઘરે પરત લઇ જવા માટે રજૂઆતો કરી રહ્યા છે.
(3:37 PM IST)










